Man Feeds Bear with Spoon: મોટા રીંછને ચમચીથી ખવડાવતો માણસ, અદભુત કે ખતરનાક?
Man Feeds Bear with Spoon: સોશિયલ મીડિયા પર એક અનોખો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક માણસ મોટા રીંછને નાની ચમચીથી ખવડાવતો જોવા મળે છે. @AMAZlNGNATURE એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોએ લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું છે. વિડિયોમાં તે માણસ માત્ર રીંછને ખવડાવતો નથી, પણ તેને ચુંબન કરે છે અને હાઇ-ફાઇવ પણ આપે છે, જે લોકો માટે આશ્ચર્યજનક છે.
હાલમાં, વીડિયાનું ચોક્કસ સ્થાન અને સમય અજાણ્યો છે, પરંતુ તે વ્યક્તિ રશિયન ભાષામાં વાત કરી રહ્યો છે. જંગલી પ્રાણીઓ સાથે આવા બેદરકાર વ્યવહારને લઈને સોશિયલ મીડિયા પર વિભાજિત પ્રતિક્રિયાઓ મળી રહી છે. કેટલાક લોકોએ માન્યું કે આ એક સુંદર સંબંધ છે, જ્યારે કેટલાકને એ ખૂબ જ જોખમી લાગ્યું.
Are we going to tame bears next? pic.twitter.com/JqFsZrXb4m
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 27, 2025
એક યુઝરે ટિપ્પણી કરી, “આ અદ્ભુત છે, પણ ખૂબ જ જોખમી પણ! એક ખોટી હરકત અને હાનિ થઈ શકે.” તો અન્યએ મજાકમાં લખ્યું, “ભાઈએ એક ચમચી અને પ્રેમથી રીંછને શાંત કરી દીધો!”
આ વીડિયો દર્શાવે છે કે જંગલી પ્રાણીઓ સાથે માણસોની અનોખી આઠકળ અદ્ભુત છે, પણ સાથે જ એવા સંપર્કના જોખમો પણ અવગણી શકાય નહીં.