Man Earns by Sleeping Viral Video: બેંગલુરુમાં સૂઈને પૈસા કમાવાની નોકરીનો વીડિયો થયો વાયરલ
Man Earns by Sleeping Viral Video: સામાન્ય રીતે, લોકો પોતાની સપનાની નોકરી વિશે જુદા જુદા જવાબ આપે, પરંતુ એક વાત એકસરખી રહે છે – બધાને એવી નોકરી જોઈએ જ્યાં “સૂઈને પૈસા મળે”. શું તમે માનશો કે આવી નોકરી ખરેખર અસ્તિત્વમાં છે?
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ગાદલા પર આરામથી સૂઈ રહ્યો છે અને તેના માટે તેને પૈસા મળી રહ્યા છે. આ વીડિયો બેંગલુરુનો છે, જ્યાં એક માણસ ડિસ્પ્લે ટ્રકની અંદર સૂઈ રહ્યો છે. હકીકતમાં, આ વ્યક્તિ ગાદલાની જાહેરાત કરી રહ્યો છે.
આ ડિસ્પ્લે ટ્રક ખાસ એક રૂમની જેમ ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં બેડ, એસી અને ટેલિવિઝન છે. ટ્રક પર “સારી ઊંઘ અહીંથી શરૂ થાય છે” લખ્યું છે. એક રાહદારીએ આ દૃશ્ય કેમેરામાં કેદ કરી, જે ખૂબ ઝડપથી વાયરલ થયું.
View this post on Instagram
“બેંગ્લોર ડાયરીઝ” ઈન્સ્ટાગ્રામ પેજે આ વીડિયો શેર કર્યો છે, જે અત્યાર સુધીમાં 4 મિલિયનથી વધુ વાર જોવામાં આવ્યો છે. લોકોએ ભારે રસપ્રદ ટિપ્પણીઓ કરી.
- એક યુઝરે લખ્યું: “હું અહીં વગર પગારે પણ ઈન્ટર્નશિપ કરવા તૈયાર છું, સાહેબ કૃપા કરીને મને રાખો”
- બીજા યુઝરે 3 ઈડિયટ્સના ડાયલોગ સાથે હમદર્દી વ્યક્ત કરી: “પપ્પા, મને ઓછા પૈસા મળશે પણ હું ખુશ રહીશ પપ્પા”
- ત્રિજાએ એક જોક કર્યો: “આ એક સ્માર્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે”
- ચોથાએ સંશય વ્યક્ત કર્યો: “શાયદ તે નાઈટ શિફ્ટનો કામદાર હશે, જે અહીં ઊંઘ પૂરી કરી રહ્યો છે”
થોડા સમય પહેલા બેંગલુરુની એક મહિલા પણ પોતાની “સપનાની નોકરી” શેર કરીને વાયરલ થઈ હતી. મોનાલિકા પટનાયકે X પર મજાકમાં લખ્યું: “મારું સપનાનું કામ – બેંગલોરમાં PG માલિક બનવું, કશું ન કરવું, દર મહિને ભાડું વસૂલવું અને સિક્યુરિટી ડિપોઝિટ ક્યારેય પરત ન કરવી”.