Magical Trick to Reduce Electricity Bills: વીજળીના વધતા બિલનો અજીબ ઉકેલ, પાકિસ્તાનના મૌલાનાની વિચિત્ર યુક્તિ
Magical Trick to Reduce Electricity Bills: ઉનાળાની ઋતુ શરૂ થવાની સાથે જ ઘરોમાં પંખા, કુલર અને એસી સતત ચાલવા લાગે છે. તેનાથી વીજળીના બિલમાં નોંધપાત્ર વધારો થાય છે, જે સામાન્ય માણસ માટે ચિંતાનો વિષય બની જાય છે. ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ પડોશી દેશ પાકિસ્તાનમાં પણ લોકો વીજળીના વધતા બિલથી પરેશાન છે. આ સમસ્યાનો એક અનોખો ઉકેલ ત્યાં અજમાવવામાં આવી રહ્યો છે, જે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે.
પાકિસ્તાનના એક મૌલાનાએ વીજળીના બિલ ઘટાડવા માટે એક વિચિત્ર યુક્તિ આપી છે, જેની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી થઈ રહી છે. વાયરલ થયેલી એક ક્લિપ મુજબ, મૌલાના આઝાદ ઝમીર નામના વ્યક્તિએ કરાચીની એક મહિલાની ફરિયાદ સાંભળી. મહિલાએ જણાવ્યું કે તેના ઘરના વીજળીના બિલમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના ઉકેલ માટે તેણે મૌલાનાની સલાહ લીધી.
View this post on Instagram
મૌલાનાએ તેને એક અનોખી રીત સૂચવી. એમના જણાવ્યા મુજબ, જો દર 15 દિવસે વીજળી મીટર પર આંગળી વડે ‘જમ-જમ’ લખવામાં આવે, તો વીજળીનું બિલ ઘટી શકે છે. આ કલ્પનાશીલ સલાહ સાંભળીને ઘણા લોકો હસતાં થઈ ગયા, જ્યારે કેટલાકએ મજાકમાં પૂછ્યું કે ‘શું આ યુક્તિ ભારતમાં પણ કામ કરશે?’
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. ઇન્સ્ટાગ્રામ પર શેર થયેલા આ વીડિયોને લાખો લોકોએ જોયો અને લાઈક કર્યો. લોકો આ વિશે વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાકને મજા પડી, તો કેટલાકે પાકિસ્તાનની વીજળી વ્યવસ્થાને લઈને વ્યંગ્ય કર્યો. જોકે, આ મજેદાર ઉપાય સામાન્ય લોકોના જીવનમાં વીજળીના બિલને લઈ થતો તણાવ થોડીવાર માટે ઓછો કરવા માટે તો ચોક્કસ કામયાબ રહ્યો!