Maa Tujhe Salaam At Afc Cup Viral Video: મા તુઝે સલામ, મેઘાલયની દીકરીઓના અવાજે જીત્યું દેશનું દિલ
Maa Tujhe Salaam At Afc Cup Viral Video: મેઘાલયના એક ગ્રૂપ ગાયક દીકરીઓએ એવી સુંદર રીતે દેશભક્તિની ભાવનાઓ વ્યક્ત કરી કે સમગ્ર દેશ મંત્રમુગ્ધ થઈ ગયો. KHMIH ક્રિએટિવ સોસાયટી સાથે જોડાયેલી આ છોકરીઓએ શિલોંગના જેએન સ્ટેડિયમ ખાતે યોજાયેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની AFC એશિયન કપ ક્વોલિફાયર મેચમાં એ.આર. રહેમાનનું પ્રખ્યાત ગીત ‘મા તુઝે સલામ’ ગાઈને શ્રોતાઓના દિલ જીતી લીધા.
પરંપરાગત ખાસી પોશાકમાં સજ્જ અને જ્વલંત ઉત્સાહથી ભરેલી આ છોકરીઓએ દેશભક્તિની ભાવનાને સંગીતના માધ્યમથી જીવંત બનાવી. તેમની રજૂઆત એટલી મંચક અને ભાવવાહી હતી કે લોકોને ગુસબમ્પ્સ આવ્યા વિના રહ્યા નહિં. આ કાર્યક્રમમાં તેમણે માત્ર ‘મા તુઝે સલામ’ જ નહીં પણ એક લોકપ્રિય ખાસી ગીત ‘રી લુમ’ પણ રજૂ કર્યું.
Waaoow pic.twitter.com/ewc9szkvja
— Temjen Imna Along (@AlongImna) March 30, 2025
આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિય બન્યો છે. નાગાલેન્ડના મંત્રી ટેમ્જેન ઈમ્ના અલંગ સહિત અનેક લોકોએ આ પ્રદર્શનની પ્રશંસા કરી છે. યુઝર્સે તો આને ‘ઉત્સાહભર્યું’, ‘અદ્ભુત’ અને ‘પ્રેરણાદાયી’ સુધી કહી નાખ્યું.
આ સમગ્ર પ્રદર્શન માત્ર સંગીતનું જ નહીં, પરંતુ દેશભક્તિ અને સ્થાનિક સંસ્કૃતિનું અનોખુ મિલન છે. મેઘાલયની દીકરીઓએ સાબિત કર્યું કે સંગીત માધ્યમ બને તો સંદેશો હ્રદય સુધી પહોંચે છે – અને આ વખતે તે સંદેશો હતો, ભારત માટે પ્રેમ અને ગૌરવ.