Lion find food under tree viral video: જ્યારે જિંદગી સરપ્રાઇઝ આપે, ઝાડ નીચે બેઠેલા સિંહને આકાશમાંથી મળ્યું ભોજન!
Lion find food under tree viral video: દુનિયામાં એવું કહેવામાં આવે છે કે જયારે ભગવાન આપે છે, ત્યારે છલકતું આપે છે. આ કહેવત તાજેતરમાં વાયરલ થયેલા એક વિડિયોમાં સાચી પડી છે. વિડિયો એક સિંહનો છે, જે એક ઝાડના છાંયડામાં આરામ કરી રહ્યો છે. તબક્કે જ એની સામે કંઈક એવું ઘટે છે કે જોનારને પણ આશ્ચર્ય થાય છે.
ઇન્સ્ટાગ્રામ પર @wildliferescuers નામના એકાઉન્ટ દ્વારા શેર કરાયેલ આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે એક સિંહ ગરમીથી કંટાળી ને ઝાડ નીચે બેસી જાય છે. તે આરામ કરી રહ્યો છે ત્યારે અચાનક ઝાડ ઉપરથી એક મૃત હરણ નીચે પડી જાય છે. સિંહ પહેલા ઘબરી જાય છે, પણ પછી તે હરણની પાસે જાય છે અને સમજાઇ જાય છે કે આ તેનું આગામી ભોજન બની શકે છે. ખરેખર એના નસીબે હરણ ઝાડ પરથી પડ્યું!
વિડિયોમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે એ હરણ પહેલેથી એક દીપડાએ મારીને ઝાડની ડાળી પર છુપાવી દીધું હતું, પણ તે ત્યાંથી પડી ગયું અને સીધું સિંહની સામે આવી પડ્યું. આ ઘટનાને ઘણા લોકોએ ‘સિંહ માટે લક્ઝરી લંચ’ અને ‘દેવદયા’ ગણાવી. વીડિયોને અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે અને હજારો લોકોએ હસવાની અને આશ્ચર્યજનક ટિપ્પણીઓ આપી છે.
આ ઘટનાથી સાબિત થાય છે કે ક્યારેય ક્યારેય નસીબ એવા સમયે હાથ ધરે છે, જ્યારે આશા ન હોય!