Kulfi Sellers Rs 68K Sneakers Video: કુલ્ફી વેચનારના મોંઘા બુટ જોઈને લોકો થયા હેરાન, વીડિયો થયો વાયરલ
Kulfi Sellers Rs 68K Sneakers Video: ઉનાળાની સીઝન શરૂ થતાની સાથે રસ્તાઓ પર કઈંક ખાસ દૃશ્યો જોવા મળે છે. અનેક લોકો ગરમીની પરવા કર્યા વિના મહેનત કરતા જોવા મળે છે, ખાસ કરીને કાંઈક ઠંડું વેચતા. આવા લોકોને જોઈને ઘણીવાર દિલ દયાળું થઈ જાય છે. પરંતુ હાલમાં એક એવો વીડિયો વાયરલ થયો છે કે જેના પછી તમે પણ વિચારશો કે દેખાવથી હકીકત અલગ પણ હોઈ શકે છે.
આ વાયરલ વીડિયોમાં એક યુવક રોડ પર શ્રીનાથ મટકા કુલ્ફીનું સ્ટોલ ચલાવે છે. તે જ્યારે ગ્રાહકોને કુલ્ફી વેચી રહ્યો હતો ત્યારે એક અન્ય વ્યક્તિએ તેની પાસે ખાસ ધ્યાન આપ્યું – એ હતું વેચનારના પગરખાં. ગ્રાહકે નોંધ્યું કે તે યુવકે નાઈકી જોર્ડન બ્રાન્ડના શૂઝ પહેર્યા છે. કૌતૂહલવશ તેણે તરત જ ઓનલાઈન તપાસ કરી અને ફટાફટ શોધી કાઢ્યું કે તેનું મુલ્ય 68 હજાર રૂપિયાથી પણ વધારે છે!
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ક્રિશે તેના એકાઉન્ટ @brandzillabykrish પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે ગ્રાહક શૂઝ પર ઝૂમ કરે છે અને પછી તેનો ભાવ શોધી ચોકી જાય છે. વિડિઓ જોઈને નેટિઝન્સ પણ હેરાન રહી ગયા છે અને ધડાધડ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
View this post on Instagram
વિડિયોને અત્યાર સુધી 2 કરોડ 78 લાખથી વધુ વ્યૂઝ મળ્યાં છે અને લાખો લાઈક અને શેર મળ્યા છે. જો કે, કેટલાક લોકોએ શંકા વ્યક્ત કરી છે કે કદાચ શૂઝ નકલી હોય શકે. તો કેટલાકે જણાવ્યું કે લોકો ઘણા વખત પહેલા જ પૃષ્ઠ દેખીને મૂલ્યાંકન કરી લે છે. એક યુઝરે કહ્યું કે નકલી કે અસલીનું મૂલ્યાંકન કરવું જરૂરી નથી, દરેકની મહેનતનું સન્માન થવું જોઈએ.