Hybrid Maruti & Scorpio Car Video: મારુતિ વેગનરને સ્કોર્પિયોમાં રૂપાંતરિત કરવાનો અનોખો જુગાડ, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ
Hybrid Maruti & Scorpio Car Video: જ્યારે જુગાડની વાત આવે ત્યારે ભારતીયોની ક્રિએટિવિટી દુનિયાભરમાં જાણીતી છે. એવી ઘણી ઘટનાઓ સામે આવે છે જ્યાં ભારતીયો કંઈક એવું કરીને દેખાડે છે જેની કલ્પના પણ કોઈ કરી ના શકે. હાલમાં એક એવો જ અનોખો જુગાડ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ પોતાની મારુતિ વેગનારને સ્કોર્પિયો જેવો લુક આપવાનો પ્રયાસ કર્યો છે. આ અનોખી રચનાનો વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થયો છે અને લોકોમાં ભારે રસ જમાવ્યો છે.
વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે એક વેગનાર કારને મહિન્દ્રા સ્કોર્પિયો જેવા સ્વરૂપમાં બદલવામાં આવી છે. કારની આગળની ડિઝાઇનથી લઈને પાછળના ભાગ સુધીમાં સ્કોર્પિયોની ઝલક જોવા મળે છે, જ્યારે કારનું મૂળ બોડી સ્ટ્રક્ચર વેગનરનું જ છે. ખાસ વાત એ છે કે કારના પાછળના ભાગમાં મારુતિ અને મહિન્દ્રા, બંનેના લોગો ઉમેરવામાં આવ્યા છે, જેને જોઈને દરેક જણ આશ્ચર્યચકિત છે.
View this post on Instagram
આ અનોખો વીડિયો _automobex નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. લાખો લોકોને આ વીડિયો ગમ્યો છે અને અઢળક કમેન્ટ્સ મળ્યા છે. ઘણા યુઝર્સે મજેદાર ટિપ્પણીઓ પણ કરી છે. એક યુઝરે લખ્યું કે, “આ કાર જોઈને એવું લાગી રહ્યું છે કે ક્રિએટિવિટીનો અમૃત અહીં વિસરાયો છે.” તો બીજાએ મજાકમાં લખ્યું કે, “ભાઈએ તો વેગનર અને સ્કોર્પિયોના લગ્ન કરાવી દીધાં!”
ઓટોમોબાઇલ પ્રેમીઓ માટે આ જુગાડ એક અનોખું ઉદાહરણ છે કે કઈ રીતે થોડી ક્રિએટિવિટી અને હિમ્મતથી કોઈ પણ સપનાને હકીકત બનાવી શકાય છે.