Huge Dowry Display Viral Video: દહેજ પરંપરાનો શરમજનક દેખાડો સોશિયલ મીડિયા પર થયો વાયરલ, સમાજમાં ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો
Huge Dowry Display Viral Video: દહેજ, એક એવી દુર્ભાગ્યપૂર્ણ સામાજિક પરંપરા છે, જે ભારતના ઘણા ભાગોમાં આજે પણ જીવંત છે. ભલે સરકાર દ્વારા દહેજ વિરોધી કાયદાઓ અમલમાં લાવવામાં આવ્યા હોય, છતાં તે સમાજમાં સતત છલકાતી રહે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વીડિયો ફરી એકવાર દહેજ જેવી ક્રૂર પરંપરાની સામે લોકોની અવાજ ઉઠાવવાનો કારણ બન્યો છે.
આ વીડિયોમાં એવું નજરે પડે છે કે યુવતીના પરિવાર દ્વારા દહેજમાં આપવામાં આવતી વસ્તુઓ એક વિશાળ તંબુમાં ગોઠવવામાં આવી છે. દરેક વસ્તુ પાસે પાટિયા મૂકવામાં આવ્યા છે જેમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે કઈ વસ્તુ વરરાજાના કયા પરિવારજનો માટે છે – જેમ કે સાસુ, સસરા, ભાઈ, ભાભી વગેરે. વસ્તુઓમાં કાર, બાઈક, ઘરના સાધનો, અને અન્ય મોંઘી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ દ્રશ્યો જોઈને ઘણા લોકો આશ્ચર્યમાં પડી ગયા છે કે આજના સમયમાં પણ આવા રિવાજો જીવંત છે.
#viralvideo में बताया गया है कि दूल्हे के साथ साथ उसके परिवार को भी दहेज दिया गया!
अब कुछ लोग सोशल मीडिया पर दूल्हे के परिवार वालों के साथ साथ सभी लड़कों पर तंज कस रहे हैं
जबकि हम अच्छे से जानते है कि आज के दौर में जितनी भी शादियां हो रही हैं लड़की का बाप खुद ब खुद दूसरों के… pic.twitter.com/f77TKO20sJ— R_ARFAH (@AMREEN_BANO7860) April 13, 2025
આ ‘દહેજ પરેડ’ બાદ સોશિયલ મીડિયા પર આ મામલે ભારે ચર્ચા થઈ રહી છે. ઘણા યુઝર્સે આ પ્રવૃત્તિની નિંદા કરી છે. @AMREEN_BANO7860 નામના એક યુઝરે X (હવે Twitter) પર આ વીડિયો શેર કર્યો હતો. કેપ્શનમાં જણાવાયું હતું કે દીકરીની સાથે સાથે પૂરા વરપક્ષને પણ દહેજમાં વસ્તુઓ આપવામાં આવી છે.
વીડિયો પર અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોઈએ લખ્યું કે, “આવો દેખાડો કરીને અનેક લોકો દુઃખી થશે.” તો બીજાએ લખ્યું, “આવી શો-ઓફ સમાજને ખાય છે.” લોકોએ એ પણ કહ્યું કે સમાજમાં એવા લગ્નો થઈ રહ્યા છે જ્યાં પ્રેમ અને સમજૂતીના બદલે દહેજ અને વસ્તુઓને મહત્વ મળે છે, જે સમાજને ધીરે ધીરે અંદરથી ખોખલું કરે છે.
આ ઘટના ફરી એકવાર સમાજને આરિસો દેખાડે છે કે માત્ર કાયદાઓથી નહીં, પરંતુ માનસિકતા બદલવાથી જ દહેજ જેવી દુષ્ટ પરંપરાનું સમાપન શક્ય બનશે.