GYM Viral Video: જીમમાં બેદરકારીથી થયેલો અજીબો ગરીબ અકસ્માત!
GYM Viral Video: જીમમાં ક્યારેક થોડી બેદરકારી પણ ભારે પડી શકે છે, અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ આ સાબિત કરી દીધું છે. વિડીયોમાં, કેટલીક છોકરીઓ ટ્રેડમિલ પર દોડી રહી હતી. અચાનક, એક છોકરીએ દોડવાનું બંધ કરીને ફરી ચઢવાનો પ્રયાસ કર્યો, પણ મશીન ચાલુ હોવાથી તે સીધી નીચે પટકાઈ.
આની સાથે, બાજુમાં દોડતી બીજી છોકરી પણ આ ફટકામાં આવી ગઈ અને નીચે પડી. બન્નેને બચાવવા માટે એક ત્રીજી છોકરી ત્યાં દોડી, પરંતુ તેણી પણ પોતાનું સંતુલન ગુમાવી પડી ગઈ. માહોલ વધુ રમુજી બન્યો, જ્યારે તેમને મદદ કરવા માટે દોડેલો એક વ્યક્તિ પણ પોતાની જગ્યા પર ટકી શક્યો નહીં અને નીચે પડી ગયો.
बस इसीलिए मैं gym नहीं जाता pic.twitter.com/TndGakRNvY
— Rohit Theorist (@RohitGarwa) March 7, 2025
આ વીડિયોને જોઈને કેટલાક લોકો હસી રહ્યા છે, જ્યારે કેટલાકે એ કહીને ચેતવણી આપી છે કે જીમમાં થોડી પણ બેદરકારી ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. એક યુઝરે લખ્યું, “જીમમાં એક ભૂલ ફક્ત તમારું નહીં, પણ બીજાનું નુકસાન કરી શકે છે, એટલે હંમેશા સાવચેત રહો!“