Gym salsa machine: જીમમાં કસરત સાથે સાલસા ડાન્સ! કમર અને પીઠ માટે મશીનનો અનોખો આઈડિયા!
Gym salsa machine: શું તમે જીમમાં કસરત કરતા-કરતા ડાન્સ કરવાની મજા માણવા માંગો છો? અને તે પણ વધારાના ખર્ચા વગર? સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોએ આ માટે એક અનોખો ઉકેલ આપ્યો છે. વીડિયોમાં એક એવું જીમ મશીન દેખાય છે, જે એકસાથે કસરત અને સાલસા ડાન્સ બંનેનો અનુભવ કરાવે છે!
જીમમાં સાલસા ડાન્સ!
આ મશીન ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં વ્યક્તિના પગ સતત હલનચલન કરે છે, અને તે સાલસા ડાન્સના સ્ટેપ્સ જેવું લાગે છે. બેકગ્રાઉન્ડમાં સંગીત સાથે, જો ધ્યાનથી ન જોવાય તો એવું લાગે કે કોઈ સાલસા ડાન્સ કરી રહ્યું છે!
મશીન કેવી રીતે કામ કરે છે?
આ મશીન એક આધુનિક સ્થિર સાયકલ જેવું છે, પણ તેમાં પેડલ સામાન્ય રીતે આગળ-પાછળ ફરવાના બદલે જમણેથી ડાબે ફરાય છે. આથી, તે માત્ર પગની કસરત નહીં, પરંતુ કમર અને કરોડરજ્જુ માટે પણ અસરકારક છે.
View this post on Instagram
ફિટનેસ અને મસ્તીનું કોમ્બિનેશન
વિડિયોને અત્યાર સુધીમાં 52 લાખથી વધુ લોકોએ જોયો છે, અને ટિપ્પણીઓમાં લોકો આ મશીનને ખૂબ પસંદ કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે, “સાલસા કરો કે નહીં, પણ આ મશીન કમર અને પીઠ માટે એકદમ સરસ છે!”