Gwalior Domestic Violence Viral Video: સાસુ પર હુમલો, ગ્વાલિયરમાં કૌટુંબિક વિવાદ હિંસક બન્યો
Gwalior Domestic Violence Viral Video: ગ્વાલિયરમાં એક ચોંકાવનારો કૌટુંબિક વિવાદ અચાનક હિંસક બની ગયો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક યુવતી પોતાની વૃદ્ધ સાસુના વાળ ખેંચી રહી છે અને ઘરમાં તોફાન મચી રહ્યું છે.
આ ઘટના ગ્વાલિયરના આદર્શ કોલોનીની છે. અહીં રહેતા વિશાલ બત્રા પોતાની 70 વર્ષની માતા સરલા બત્રા સાથે રહે છે અને સ્પેરપાર્ટ્સની દુકાન ચલાવે છે. વિશાલની પત્ની નીલિકા લાંબા સમયથી તેની સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલવા દબાણ કરતી હતી. જો કે, વિશાલ તે માટે તૈયાર નહોતો.
1 એપ્રિલના રોજ થયેલા વિવાદ દરમિયાન, નીલિકાએ પોતાના પિતા સુરેન્દ્ર કોહલી અને ભાઈ નાનક કોહલીને ઘેર બોલાવ્યા. સીધા ઘરમાં ઘૂસી સુરેન્દ્ર કોહલીએ વિશાલને મારવાનો પ્રયાસ કર્યો અને પછી અન્ય લોકો સાથે મળી તેના પર હુમલો કર્યો. નીલિકા પોતે પણ પ્રથમ માળેથી નીચે આવી અને સાસુના વાળ ખેંચી તેને ધક્કા મારતા જોવા મળી.
Gwalior, Madhya Pradesh: An incident occurred in Adarsh Colony, where a video of a daughter-in-law, along with her brother, assaulting her mother-in-law and husband went viral. pic.twitter.com/BmhTQZllPr
— IANS (@ians_india) April 4, 2025
વિડિયોમાં દીકરો ડરીને માતાને બચાવવાનો પ્રયાસ કરતો દેખાય છે. એક બીજાં વીડિયોમાં વિશાલને રસ્તા પર માર મારવામાં આવે છે. પરિવારનો આરોપ છે કે તેમણે પોલીસને ફરિયાદ કરી હોવા છતાં શરૂઆતમાં કેસ દાખલ કરવામાં આવ્યો ન હતો.
અંતે, વિશાલ બત્રાએ એસપી કચેરીમાં જઈ ન્યાય માટે વિનંતી કરી. હવે તે પોતાની માતા સાથે ઘરની બહાર છે અને પોતાનો જીવ બચાવવાના પ્રયાસમાં છે. તેણે પત્ની તરફથી ખોટા કેસની પણ ધમકી મળવાનું જણાવ્યું.