Girl in T-Shirt Seeks Rich Husband Video: ફક્ત ટી-શર્ટમાં ‘શ્રીમંત પતિની શોધ’ કરતી યુવતીનો વીડિયો થયો વાયરલ, લોકો ચોંકી ગયા!
Girl in T-Shirt Seeks Rich Husband Video: આજકાલ સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં આવવા માટે લોકો અજીબ રીતો અપનાવે છે. તાજેતરમાં એવા જ એક વિચિત્ર વીડિયો એ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી છે, જેમાં એક યુવતી ખુલ્લેઆમ રોડ પર ‘શ્રીમંત પતિ’ની શોધ કરતી જોવા મળે છે. ખાસ વાત એ છે કે તે માત્ર ટી-શર્ટ પહેરીને રસ્તા પર ઊંચી હીલમાં લથડતી ચાલતી જોવા મળે છે.
આ યુવતીનું નામ છે અન્ના એવેરીના, જેણે @mis_please નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આ વીડિયો પોસ્ટ કર્યો છે. તેણીના હાથમાં રાખેલ કાર્ડબોર્ડ પર સ્પષ્ટ લખ્યું છે, ‘શ્રીમંત પતિની શોધમાં’. નીચેના કપડાં વિના જાહેરમાં આવી રીતે ફરવું લોકોને પસંદ ન પડ્યું અને ઘણા યુઝર્સે તેને ‘બેશરમ’ કહ્યુ.
View this post on Instagram
વિડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે, અત્યાર સુધીમાં 41 લાખથી વધુ વ્યૂઝ અને હજારો ટિપ્પણીઓ મળી ચુકી છે. કોમેન્ટ્સમાં કેટલાક લોકોએ મજાક ઉડાવી, તો કેટલાકે કહ્યુ કે ધનવાન માણસને પતિ બનાવવાના બદલે સાચા માણસની શોધ કરો.
હાલમાં વિડિયોને મનોરંજનના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે. અન્નાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવા અનેક વિડિયો છે. આ કેસ એક વખત ફરી સાબિત કરે છે કે ઈન્ટરનેટની દુનિયામાં ઓળખ મેળવવા માટે લોકો કેટલી હદે જઈ શકે છે!