German Woman talking in Malayalam Video: જર્મન શિક્ષિકા ક્લેરાનો મલયાલમ ભાષા પ્રત્યેનો પ્રેમ, ઉબેર ડ્રાઈવર થયો હેરાન
German Woman talking in Malayalam Video: દર વર્ષે હજારો વિદેશીઓ ભારતની મુલાકાત લે છે, પરંતુ કેટલાકને અહીંની સંસ્કૃતિ, ભોજન અને ભાષા એટલી પ્રિય લાગે છે કે તેઓ અહીં રહી જવાનું પસંદ કરે છે. આવું જ એક ઉદાહરણ છે જર્મન શિક્ષિકા ક્લેરાનું, જેનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે.
ક્લેરા મલયાલમ ભાષા શીખી રહી છે અને તે એટલી નિપુણતાથી બોલે છે કે એક ઉબેર ડ્રાઈવર તેને સાંભળીને ચોંકી જાય છે. વીડિયોમાં ક્લેરા કેબ ડ્રાઈવર સાથે મલયાલમમાં વાતચીત કરી રહી છે, જે તેને મલયાલમ બોલતા જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. જ્યારે ક્લેરા તેની પ્રતિક્રિયા જુએ છે, તે હસીને પૂછે છે, “શું તમે પહેલાં કોઈ વિદેશીને મલયાલમ બોલતા સાંભળ્યા નથી?” ડ્રાઈવર ના જવાબ આપે છે અને ક્લેરાની ભાષા પ્રભુત્વની પ્રશંસા કરે છે.
View this post on Instagram
આ વીડિયો ક્લેરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @keralaklara પર શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું કે, “હંમેશા ઉબેર ડ્રાઈવરો મારી મલયાલમ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે, તેથી આ ક્ષણ કેમેરામાં કેદ કરવાનો વિચાર આવ્યો.”
આ વીડિયોને અત્યાર સુધીમાં 1.9 મિલિયન વ્યૂઝ અને લાખો લાઈક્સ મળી છે. લોકોએ ક્લેરાની ભાષા પ્રભુત્વ માટે વખાણ કર્યા. એક યુઝરે લખ્યું, “તે મારી કરતા સારી મલયાલમ બોલે છે!”