Gen Z Knows Reels But Not Math: Gen Z રીલ્સ બનાવે છે, પણ ગણિતમાં નબળા?
Gen Z Knows Reels But Not Math: આજના મોબાઇલ યુગમાં Gen Z વિશે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ પેઢી સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય છે, અને આ વિષય પર અનેક પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે. તાજેતરમાં, બેંગલુરુ સ્થિત સીઈઓ આશિષ ગુપ્તાએ તેમના લિંક્ડઇન હેન્ડલ પર Gen Z વિશે એક રસપ્રદ પોસ્ટ શેર કરી, જે વાયરલ થઈ છે.
આશિષ ગુપ્તાએ લખ્યું કે Gen Z ને ઇન્સ્ટાગ્રામ રીલ્સ કેવી રીતે બનાવવી તે સારી રીતે ખબર છે, પણ ગણિત જાણતા નથી. તેમણે પોતાના ભરતી અનુભવની વાત કરી, જ્યાં 50થી વધુ BBA અને BCA વિદ્યાર્થીઓને ધોરણ 5 નો એક સરળ ગણિતનો પ્રશ્ન પૂછવામાં આવ્યો: “જો કોઈ કાર પહેલા 60 કિમી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે અને પછીના 60 કિમી 60 કિમી પ્રતિ કલાકે મુસાફરી કરે, તો તેની સરેરાશ ગતિ કેટલી હશે?” આશ્ચર્યજનક રીતે, ફક્ત બે વિદ્યાર્થીઓ જ સાચો જવાબ આપી શક્યા.
આ ઘટનાને આધારે, આશિષ ગુપ્તાએ ચિંતાવ્યક્ત કરી કે Gen Z પાસે તર્કશક્તિ, નાણાકીય સમજણ અને સમસ્યાઓ ઉકેલવાની કુશળતા ઓછી છે.
સોશિયલ મીડિયા પર આ પોસ્ટ પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી. એક યુઝરે લખ્યું, “આ પ્રશ્નની ભરતી પ્રક્રિયામાં શું જરૂર હતી?” જ્યારે બીજાએ મજાકમાં કહ્યું, “આગલી વખત 100 ને અડધાથી ભાગવાનું પૂછો!”
આ ચર્ચા જણાવે છે કે Gen Z માટે માત્ર રીલ્સ જ નહીં, પણ તર્કશક્તિ અને મૂળભૂત ગણીતનું જ્ઞાન પણ મહત્વનું છે.