From Instagram to Marriage Video: ઇન્સ્ટાગ્રામથી લગ્ન સુધી, એક અમેરિકન મહિલા અને ભારતીય યુવાનની અનોખી પ્રેમકથા
From Instagram to Marriage Video: પ્રેમ જ્યારે હૃદયથી થાય છે ત્યારે કોઈ ભૌગોલિક સરહદ, ઉંમરનો ફરક કે સમાજના નિયમો તેને રોકી શકતા નથી. એવી જ એક અદભૂત અને મીઠી પ્રેમકથા આજે સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહી છે – અમેરિકાની જેકી ફોરેરો અને આંધ્રપ્રદેશના ચંદનની.
જેકી એક ફોટોગ્રાફર છે અને અમેરિકા રહે છે. લગ્ન વિછેદ પછી તે પોતાનું જીવન પુત્રી સાથે શાંતિથી જીવી રહી હતી. પરંતુ દિલમાં ક્યાંક ખાલીપો હતો, જેને પૂરુ કરવાનું કામ કર્યું ચંદને. 9 વર્ષનો ઉંમરનો ફરક છતાં બંનેનો બોન્ડ ખૂબ મજબૂત બન્યો.
જેકી અને ચંદનની મુલાકાત ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી. ચેટિંગથી શરૂ થયેલી વાતો વીડિયો કોલ સુધી પહોંચી. આ સંપર્ક લગભગ 14 મહિના સુધી ચાલ્યો અને ફક્ત મિત્રતાની વાતો હવે પ્રેમના રંગમાં રંગાઈ ગઈ.
View this post on Instagram
બન્ને એકબીજાને સારી રીતે સમજ્યા, સંસ્કૃતિ અને ભાષાની અડચણને પાર કરી, હવે લગ્ન માટે તૈયાર છે. જેકીએ તેમના સંબંધના ખાસ પળો દર્શાવતો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં પહેલો વીડિયો કોલ, મુલાકાત અને પ્રેમભર્યા ક્ષણો દર્શાવવામાં આવી છે.
વિડીયો જોઈને લોકો ખુબ ભાવુક થઈ ગયા. કેટલાએ પોતાનાં અનુભવ શેર કર્યા અને કેટલીક રમૂજી ટિપ્પણીઓ પણ આવી. love knows no borders – આ વાક્યને જીવંત કરતા ચંદન અને જેકીની જોડી આજે સોશિયલ મીડિયા પર પ્રેરણાસ્ત્રોત બની છે.