Elephant Steals Flour in Haridwar Video: હરિદ્વારના બજારમાં લોટની થેલી લઈને ફરતો હાથી, વીડિયો થયો વાયરલ
Elephant Steals Flour in Haridwar Video: હરિદ્વાર નજીકના એક ગામમાંથી આવ્યૂ એક અનોખુ દ્રશ્ય વાયરલ થયું છે, જેમાં એક જંગલી હાથી શેરીઓમાં નિડરતાપૂર્વક ફરી રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે હાથી એક દુકાનમાંથી લોટની થેલી લઇને રસ્તા પર પાછો આવે છે અને તેનું ભોજન શરુ કરે છે. આજુબાજુના લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર શેર કરી છે.
હરિદ્વારનો મોટો ભાગ જંગલને લગતો હોય, અને રાજાજી ટાઈગર રિઝર્વ નજીકમાં હોવાને કારણે, આવી ઘટના કોઈ નવાઈની નથી. ખોરાકની શોધમાં આવી રહેલા પ્રાણીઓ માનવ વસાહતોમાં પ્રવેશ કરે છે. અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં હાથીઓ ઘરો કે દુકાનોમાં ઘુસી ગયા હોય.
માત્ર ઉત્તરાખંડમાં નહીં, પરંતુ ઝારખંડના ગુમલા અને સિમડેગા જેવા વિસ્તારોમાં પણ હમણાં જ હાથીઓના તોફાનના સમાચાર આવ્યા છે, જેમાં ચાર દિવસમાં સાત લોકોના જીવ ગયા હતા.
View this post on Instagram
હાથીની હૃદયસ્પર્શી દયા પણ જોઈ
હમણાં જ વાયરલ થયેલ બીજો એક વીડિયો હાથીના દયાળુ સ્વભાવને દર્શાવે છે. વીડિયોમાં એક હાથી સિંહણ તરફ દોડી જાય છે, જે પોતાનાં બચ્ચાં સાથે ભાગી જાય છે. જોકે બે નાના સિંહણના બચ્ચાં પાછળ રહી જાય છે. હાથી તેમને પકડવા પ્રયત્ન કરે છે, પણ પછી પોતાના પગ પાછા ખેંચી લે છે અને તેમને નુકસાન કર્યા વગર ચાલ્યો જાય છે. લોકોને હાથીનો આ સમજદારીભર્યો અને સંવેદનશીલ વર્તાવ જોઈને આશ્ચર્ય થયું છે.
આવા દ્રશ્યો આપણા માટે બહુ વિચારવા લાયક છે — કે વન્યપ્રાણીઓ માત્ર ખતરાકારક નથી, તેઓ પણ સમજદાર અને સંવેદનશીલ હોઈ શકે છે.