Doctor curing deafness with slap: થપ્પડથી ઈલાજ? પાકિસ્તાની ડોક્ટરનો વીડિયો થયો વાયરલ
Doctor curing deafness with slap: પાકિસ્તાનમાં હાલ પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે લોકો બેધારી નીતિઓ અને બિનઅનુભવી લોકોના હાથમાં છે. હવે એક એવો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક ડોક્ટર કાન પર થપ્પડ મારીને બાળકની બહેરાશની સારવાર કરી રહ્યો છે. આ વીડિયો જોનાર લોકો મજાક ઉડાવી રહ્યા છે અને તેને એવા માણસની ઉપમા આપી રહ્યા છે, જે ખરાબ થઈ ગયેલા ટીવી રિમોટને ઠીક કરવા માટે તેને ઝાટકો આપે!
આ વીડિયોને @hjb.news નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે તે પાકિસ્તાનનો છે. વીડિયોમાં એક માણસ એક નાના છોકરાને સારવાર આપતો જોવા મળે છે, જે ENT ડોક્ટર હોવાનું કહેવાય છે. ENT એટલે કે કાન, નાક અને ગળાના નિષ્ણાત.
View this post on Instagram
થપ્પડ મારતા જ બાળક બોલવા લાગ્યું?
વીડિયોમાં પહેલા ડૉક્ટર બાળકના કાન પર જોરથી થપ્પડ મારે છે અને પછી તેને “અલ્લાહ” બોલવા માટે કહે છે. બાળક તે જ પુનરાવૃત્તિ કરે છે. પાછળ ઉભેલો વ્યક્તિ તાળીઓ પાડે છે, અને બાળક તેનો પ્રતિસાદ આપે છે. આ જોઈને ત્યાં ઉભેલા લોકો આશ્ચર્યમાં પડી જાય છે.
લોકો મજાક ઉડાવી રહ્યા છે
આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં તેને 1 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ઘણા લોકોએ આ પર હસવાં લાયક કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું કે “હું મારા ટીવી રિમોટને પણ આ રીતે ઠીક કરું છું!” તો બીજી એક કોમેન્ટ હતી, “હવે મને સમજાયું કે મારા પિતાએ મને કેમ થપ્પડ માર્યા હતા!”