Dirty Momos Making Viral Video: મોમોઝ બનાવવાની ગંદી રીતનો વીડિયો વાયરલ, લોકોની ભૂખ ઉડી ગઈ!
Dirty Momos Making Viral Video: ભારતમાં મોમોઝ પ્રેમીઓની કોઈ કમી નથી. શહેરના દરેક ખૂણાઓમાં તેની લારીઓ જોવા મળે છે, જ્યાં લોકો તેને આનંદથી ચાખતા હોય છે. પરંતુ ક્યારેક મોમોઝ બનાવવાની રીતો જોઈને લોકોની ભૂખ જતી રહે છે. એક એવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં મોમોઝ બનાવવાની અશુદ્ધ અને નફરતજનક પદ્ધતિ દેખાઈ રહી છે.
આ વીડિયોમાં, એક છોકરી ફેક્ટરીમાં લોટને પગથી કચડીને મોમોઝની રોટલી તૈયાર કરતી જોવા મળે છે. તે લોટને હાથથી પાથરવા કરતાં પગ વડે ઘૂંટી રહી છે અને પછી તેમાં મસાલો ભરીને મોમોઝ તૈયાર કરી રહી છે. આ વીડિયોને જોઈને લોકો ચોંકી ગયા અને ટિપ્પણીઓમાં નારાજગી વ્યક્ત કરી.
View this post on Instagram
આ વીડિયોએ લાખો વ્યૂઝ અને અનેકો કોમેન્ટ્સ મેળવી છે. ઘણા લોકોએ લખ્યું કે ‘હવે મોમોઝ ખાવાનું બંધ!’ જ્યારે કેટલાકે મજાકમાં કહ્યું કે ‘શાયદ આ મોમોઝ હેલ્થ-બેનિફિટવાળા હશે!’
આ વીડિયો ખરા અર્થમાં વિચારણા માટે મજબૂર કરે છે કે જે ખોરાક આપણે ખાઈએ છીએ, તે કેટલો સ્વચ્છ અને હેલ્ધી છે?