Destructive clouds moved towards ship: વિનાશના વાદળો વહાણ તરફ વધ્યા, રેતીથી ભરાયું આકાશ! વાયરલ વિડિયો જોઈ લોકો ચકિત
Destructive clouds moved towards ship: પ્રકૃતિ પોતાની શાંત અને સુંદર છબી માટે જાણીતી છે, પણ ક્યારેક તે એટલી ભયાનક બની શકે કે માનવજાત હેરાન થઈ જાય. સમુદ્રના મોજા એક તરફ શાંત અને મનમોહક હોય, તો બીજી તરફ સુનામી જેવું વિનાશ લાવી શકે. ઠંડા પવન હૃદયને ખુશ કરે, તો તોફાન બધું ઉથલપાથલ કરી શકે. આવું જ એક દ્રશ્ય હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, જે લોકોને આશ્ચર્યમાં મુકી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દરિયામાં એક જહાજ સફર કરી રહ્યું છે, અને અચાનક એક પ્રચંડ રેતીનું તોફાન તેની તરફ આગળ વધતું જોવા મળે છે. ધીમે ધીમે ભૂરા રંગના ઘન વાદળ જેમ જહાજને ઘેરી લે છે, તેમ દ્રશ્ય વધુ ડરામણું બને છે. આ રેતીનું તોફાન એટલુ જોરદાર છે કે થોડી જ ક્ષણોમાં સમગ્ર દૃશ્ય અજાણ્યું અને ભયજનક બની જાય છે.
Enormous sand storm engulfs these ships at sea pic.twitter.com/UHdhRmzTYN
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 14, 2025
આ વીડિયો @AMAZlNGNATURE એકાઉન્ટ પરથી X (ટ્વિટર) પર શેર થયો છે, જેને લાખો લોકોએ જોયો. કેટલાક યુઝર્સે તેને “હબૂબ” તરીકે ઓળખાવ્યું, જે એક વિશાળ રેતીનું તોફાન છે. એક યુઝરે લખ્યું, “જો આ ખરેખર બન્યું હોય, તો આ એક અદ્ભુત દૃશ્ય છે!”