Delivery Boy Viral Video: ડિલિવરી બોયનો રમુજી વીડિયો થયો વાયરલ, છોકરીઓની નકલ જોઈને લોકો હસતા થઈ ગયા
Delivery Boy Viral Video: આજના યુગમાં, સોશિયલ મીડિયામાં છોકરીઓ ત્વચા સંભાળ, ફેશન અને ડાન્સ રીલ્સ શેર કરતી હોય છે, જેને લાખો લાઇક્સ મળે છે. બીજી તરફ, કેટલાંક કન્ટેન્ટ ક્રિએટર્સ છોકરીઓની મિમિક્રી કરીને પોતાનું અનોખું કન્ટેન્ટ બનાવે છે. હાલમાં, એક ડિલિવરી બોયનો એવો જ વીડિયો વાયરલ થયો છે, જેમાં તે છોકરીઓની શૈલીમાં તેમની દિનચર્યા બતાવે છે.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ભારે ચર્ચાનો વિષય બની ગયો છે. ક્લિપમાં, ડિલિવરી બોય પોતાના કામ પર જવા માટે તૈયાર થઈ રહ્યો છે, પરંતુ તે છોકરીઓની શૈલીમાં બધું કરે છે. તે પહેલા કંઈક ખાય-પીવે છે, પછી કામનો ડ્રેસ પહેરે છે અને ઘરની ટેરેસ પર જઈને તડકામાં સનસ્ક્રીન અને લિપ બામ લગાવે છે. તેનો હાવભાવ અને બોલવાની શૈલી એવી છે કે કોઈને પણ તે જોઈને હસવું આવી જાય. આખરે, બેગ ઉપાડીને તે છોકરીઓની જેમ હાથ હલાવતાં કહે છે, “આશા છે કે તમોને વિડિઓ ગમ્યો હશે, જલ્દી મળીએ, બાય!”
View this post on Instagram
આ વીડિયોને અત્યાર સુધી 50 હજારથી વધુ લાઇક્સ મળી છે અને લોકો તેનો આનંદ માણી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “ભાઈએ તો હંગામો મચાવી દીધો!” બીજાએ પૂછ્યું, “આટલું સરસ અંગ્રેજી કયાં શીખ્યું?” તો ત્રીજા યુઝરે મજાકમાં લખ્યું, “છોકરીઓ પણ આટલું સારું અંગ્રેજી બોલતી નથી!”
લોકો આ ડિલિવરી બોયની કમાલની એક્ટિંગ અને રમુજી અંદાજથી પ્રભાવિત થઈ ગયા છે.