Deepika Singh Dance Viral Video: દીપિકા સિંહનો ડાન્સ વિડીયો, ઐશ્વર્યા રાયના ગીત પર ધમાકેદાર પ્રદર્શન!
Deepika Singh Dance Viral Video: નાના પડદાની લોકપ્રિય અભિનેત્રી દીપિકા સિંહે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ‘દિયા ઔર બાતી હમ’ થી પ્રખ્યાત થયેલી દીપિકા હાલમાં તેના નવા શો ‘મંગલ લક્ષ્મી’ સાથે ટીવી પર વાપસી કરી રહી છે, પણ આ વખતે તે તેના અભિનય માટે નહીં, પરંતુ તેના ડાન્સિંગ ટેલેન્ટ માટે ચર્ચામાં છે.
દીપિકા સિંહનો વાયરલ ડાન્સ
તાજેતરમાં દીપિકા સિંહે બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયના સુપરહિટ ગીત પર ડાન્સ કર્યો, જે ચાહકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ, દીપિકાના નૃત્યમાં દેખાતી ઉમદા અભિવ્યક્તિ અને ગ્રેસફુલ મૂવ્સને વખાણ મળી રહ્યા છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર ચાહકોની પ્રતિક્રિયાઓ
દીપિકા ઘણીવાર ડાન્સ વીડિયોઝ માટે ટ્રોલ થાય છે, પણ આ વખતે ચાહકો તેના પ્રદર્શનની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આ વિડિયો જોયા પછી ટ્રોલર્સ પણ તમારી પ્રશંસા કર્યા વગર રહી શકશે નહીં.” જ્યારે બીજાએ લખ્યું, “તમારા હાવભાવ અને નૃત્યશૈલી ઐશ્વર્યાની જેમ આકર્ષક છે!”
દીપિકા સિંહ – સોશિયલ મીડિયા સ્ટાર
સોશિયલ મીડિયામાં સક્રિય દીપિકા સતત નવા રીલ્સ અને ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. તાજેતરના વીડિયોએ સાબિત કર્યું છે કે તે માત્ર એક શ્રેષ્ઠ અભિનેત્રી જ નહીં, પરંતુ એક પ્રતિભાશાળી નૃત્યાંગના પણ છે.