Day in life of a bar dance stripper: એક સ્ટ્રિપરનાં જીવનની હકીકત, ગ્લેમરના પાછળ છૂપાયેલો સંઘર્ષ
Day in life of a bar dance stripper: જ્યારે નાઈટ ક્લબની ચમકધમક અને સંગીતથી ભરેલા વાતાવરણમાં લોકો મોજ મસ્તીમાં ઝૂમી ઊઠે છે, ત્યારે ક્લબમાં નૃત્ય કરતી મહિલાઓના જીવનની સાચી હકીકત ઘણીવાર છૂપાયેલી રહે છે. અમેરિકાની ક્રિસ્ટિના વિલેગાસ એ એવીજ એક મહિલા છે, જે અગાઉ નાઈટ ક્લબમાં સ્ટ્રિપર તરીકે કામ કરતી હતી. આજે તે સફળ યૂટ્યુબર અને ફેશન ઇનફ્લૂએન્સર છે, પણ તેના સંઘર્ષના દિવસોની કથા લોકો માટે પ્રેરણાદાયક બની છે.
ક્રિસ્ટિનાએ એક વીડિયો દ્વારા પોતાના એક દિવસની ઝલક બતાવી હતી, જે હાલમાં સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહ્યો છે. એ વિડીયોમાં તે સવારે 5:30 સુધી ક્લબમાં કામ કરીને ઘરે આવે છે, પછી રોજિંદા ઘરકામ કરે છે. એ દિવસે તેણે 200 ડોલર કમાયા હતા. નાસ્તામાં ફક્ત કેળું ખાઈને સુપરમાર્કેટ ગઈ, નખ કરાવ્યા અને ક્લબ માટે નવા કપડા ખરીદ્યા. બીજી રાત્રે 781 ડોલર કમાવાનું તેણે જ ભયાનક કે આનંદદાયક દરેક ક્ષણ સાથે શેર કર્યું.
ક્રિસ્ટિનાનું કહેવુ છે કે દરેક દિવસ સરળ નથી હોતો. એ હવે પોતાની કપડાંની બ્રાન્ડ ચલાવે છે અને સમાજની દ્રષ્ટિ બદલવાની કોશિશ કરે છે. આ વીડિયો એક મહત્ત્વનો સંદેશ આપે છે કે ચમકતૂ દેખાતું જીવન ઘણીવાર અનેક ત્યાગ અને સંઘર્ષથી ભરેલું હોય છે.