Dangerous water slide video: ફિલિપાઇન્સની સૌથી મોટી વોટર સ્લાઇડનો વિડિયો થયો વાયરલ
Dangerous water slide video: બાળપણમાં આપણે બધાએ સ્લાઇડ્સ પર રમવાનો આનંદ માણ્યો છે, અને આજે પણ જ્યારે આપણે એ દિવસોને યાદ કરીએ છીએ, ત્યારે એક મીઠું સ્મિત આપના ચહેરા પર આવી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે સ્લાઇડ્સ માત્ર એક જ પ્રકારની નથી? સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી એક બીજી પ્રકારનો સ્લાઇડ વાયરલ થયો છે, જે વોટર સ્લાઇડ છે.
વિડીયોમાં બતાવવામાં આવી રહ્યુ છે કે લોકો પાણીની સ્લાઇડ પર મસ્તીથી સરકતા જોવા મળે છે, અને કેટલાક યુવાન તો સ્કેટિંગ કરતાં પણ જોવા મળે છે. આ સ્લાઇડ્સ એવાં સામાન્ય સ્લાઇડ્સ નથી, પરંતુ એ એક વિશાળ અને ખુશહાલ વોટર સ્લાઇડ છે, જ્યાં લોકો મજા માણી રહ્યા છે. આ સ્લાઇડને સલામતી ધ્યાને રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, અને તે એવી રીતે બનાવવામાં આવી છે કે ત્યાં સાફ અને સુરક્ષિત પાણીના તળાવ જેવા વિસ્તારો પણ છે, જેથી કોઈને નુકસાન ન થાય.
View this post on Instagram
વિડિયોમાં જે વોટર સ્લાઇડ બતાવવામાં આવી છે, તે ફિલિપાઇન્સના નેશનલ ઇરિગેશન એસોસિએશન (NIA) દ્વારા બનાવવામાં આવી છે અને આ સ્લાઇડને એ દેશની સૌથી મોટી અને લાંબી સ્લાઇડ તરીકે ઓળખી શકાય છે.
વિડિયોને અત્યાર સુધી 7 લાખથી વધુ લાઇક્સ મળી ચૂક્યાં છે. કેટલાક લોકો આ સાહસિક પ્રવૃત્તિને ખૂબ પસંદ કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેને ખતરનાક પણ ગણાવી રહ્યા છે.