Crorepati But Unhappy: પૈસા છે પણ શાંતિ નથી, 2.5 કરોડની બચત ધરાવતો વ્યક્તિ તણાવમાં જીવે છે
Crorepati But Unhappy: આજના સમયમાં જ્યારે લોકો મોંઘવારીથી પરેશાન છે અને બચતના માર્ગો શોધી રહ્યા છે, ત્યારે એક એવો વ્યક્તિ જેની પાસે 2.5 કરોડ રૂપિયાની નેટવર્થ છે, પણ મનમાં અસંતોષ અને તણાવ અનુભવી રહ્યો છે. આ માણસે પોતાની વાસ્તવિક સ્થિતિ Reddit પર શેર કરીને ઘણા યુઝર્સને વિચારે મૂક્યા છે. છતા એ વાત ચોંકાવનારી છે કે એ પાસે ન તો દેવું છે, ન જવાબદારી, અને ન કોઈ મોટા ખર્ચા – છતાં પણ અંદરથી ખુશી ગાયબ છે.
42 વર્ષના આ વ્યક્તિએ પોતાનાં અનુભવોને લખતા જણાવ્યું કે તેણે ક્યારેય લગ્ન નથી કર્યા, માતાપિતા પણ થોડા સમય પહેલા ગુજરી ગયા છે અને જીવનમાં ખાસ કોઈ નજીક નથી. તેની પાસે ન તો ઘર છે કે ન કાર, છતાં પણ તે અત્યાર સુધીમાં 2.5 કરોડ જેટલી બચત કરી ચૂક્યો છે. તે સંસાધનોને ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખી ચૂક્યો છે, અને ભવિષ્યમાં પેન્શનરૂપે મહિનાનું આશરે ₹84,000 મળવાનું છે. છતાં પણ આ વ્યક્તિ જાણે આંતરિક સુખથી ખાલી છે.
તે વ્યક્તિએ એવો ખુલાસો કર્યો કે તે લાંબા સમયથી 9 થી 5 ની નોકરી કરે છે અને હવે તે જિંદગીથી ઊંડો થાક અને તણાવ અનુભવે છે. કામની સમયમર્યાદા, સતત દબાણ અને તદ્દન એકલતાના કારણે તે અંદરથી તૂટી ગયો છે. ટેકનોલોજી ક્ષેત્ર બહાર હોવાને કારણે નવી નોકરી મેળવવી મુશ્કેલ છે, અને હાલની નોકરી છોડી દેવી પણ સહેલી નથી. આ વ્યક્તિ એવો અનુભવ કરે છે કે જીવનમાં હવે કંઈ પણ શેષ નથી.
Want to quit and retire.
byu/Proud-Connection1580 inpersonalfinanceindia
આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અનેક લોકો એ વ્યક્તિને વ્યાવહારિક અને ભાવનાત્મક રીતે સમજીને મહત્વપૂર્ણ સલાહ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “અસલ પ્રશ્ન આ નથી કે તમે નિવૃત્ત થઈ શકો કે નહીં, પરંતુ તમે કઈ રીતે નિવૃત્ત થવા માંગો છો. તમારા જેવા સ્થિર નાણાકીય સ્થિતિ ધરાવનારા માટે એક નવો માર્ગ પસંદ કરવો હવે શક્ય છે.”
બીજા એક યૂઝરે તેને સલાહ આપી કે, “હાલની નોકરીનો ત્યાગ કરીને ઓછા દબાણવાળી નોકરી શોધો કે પછી ફ્રીલાન્સિંગ કરો. તમારી પાસે સમય છે, એકલતામાં શું કરવું છે એ નક્કી કરો. એજ આનંદ લાવશે.”
આ રહસ્યમય પણ વાસ્તવિક કહાણી એ દર્શાવે છે કે માત્ર પૈસા જીવનનો સંતોષ નહીં આપે. આત્મિક શાંતિ, સહજ જીવનશૈલી અને સંબંધો જ સાચી સંપત્તિ બની શકે છે.