Viral Video: મગરની મનઘડંત ચાલકીઓ: ડૂબી રહ્યો હોય તેવું વર્તન કરી લોકોનો શિકાર!
Viral Video: ઈન્ડોનેશિયાથી મગરનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો, જે સોશિયલ મીડિયા પર ચિંતાનો વિષય બન્યો. આ વીડિયોમાં, મગર પાણીમાં તરતો જોવા મળે છે, પરંતુ એક ખાસ વાત એ છે કે તે ડૂબી રહ્યો છે એવું વર્તન કરે છે.
આ વિડિયોને જોતા જ તમારી આંખો પહોળી થઇ જશે. વાયરલ થયેલ વીડિયોમાં, મગર તેના આગળના પગોને પાણીની સપાટી પર ઉંચા કરીને, એવું લાગે છે કે તે ડૂબી રહ્યો છે. પ્રથમ દ્રષ્ટિએ તમને લાગશે કે તે કોઈ માણસ અથવા બાળક હોય જે ડૂબી રહ્યો છે. મગર આ રીતે વર્તન કરી રહ્યો છે કારણ કે તેનું ધ્યેય એ છે કે કોઈ જણ તેને બચાવવા માટે તળાવમાં ઊતરે, અને તે તેની ગતિ દ્વારા તેને પકડીને શિકાર બનાવે.
View this post on Instagram
તળાવના કિનારે દેખાતા લોકો માટે, મગરનું આ વિચિત્ર વર્તન લાગે છે, જે તેમને ઝડપવા માટે કુશળતાપૂર્વક પોતાને ડૂબતું દેખાડે છે. આ ચોંકાવનારો વિડીયો nature_with_akhil નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો હતો.