Cop Slaps Man Over Helmet Query Video: પોલીસે હેલ્મેટ વગર પકડનાર યુવકને મારી થપ્પડ, નાગરિકોએ ઉઠાવ્યા પ્રશ્નો, શું નિયમ ફક્ત સામાન્ય લોકો માટે જ છે?
Cop Slaps Man Over Helmet Query Video: ટ્રાફિક નિયમોનો ઉદ્દેશ માત્ર કાયદાનું પાલન કરાવવાનો નથી, પણ લોકોને સુરક્ષિત રાખવાનો છે. ખાસ કરીને બાઇક ચાલકો માટે હેલ્મેટ પહેરવું કાયદેસર તો છે જ, પણ તે જીવન બચાવનાર સાધન પણ છે. પરંતુ જ્યારે નિયમો અમલ કરાવતી પોલીસ જાતે જ તેનું પાલન ન કરે, ત્યારે લોકોના મનમાં અવશ્ય પ્રશ્નો ઉભા થાય છે. નાગપુરમાંથી સામે આવેલી એક ઘટના આ જ મુદ્દે ચર્ચાનો વિષય બની છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો પ્રમાણે, નાગપુરના રસ્તાઓ પર હેલ્મેટ વિના બાઇક ચલાવી રહેલા એક પોલીસકર્મીનો એક યુવકે વીડિયો બનાવ્યો. પોલીસકર્મી પોતાની ભૂલ માનવા બદલ ઉલટા તે યુવક પર ગુસ્સે થયો અને તેને જાહેરમાં થપ્પડ મારી દીધી. યુવકે જ્યારે તેને પૂછ્યું કે હેલ્મેટ કેમ ન પહેર્યું, તો જવાબમાં પોલીસકર્મીએ કહ્યું કે તેને દાંતમાં દુખાવો હોવાથી હેલ્મેટ પહેરવું મુશ્કેલ હતું.
વિડીયોમાં જોવા મળ્યું કે યુવક શાંતિથી પ્રશ્ન પુછતો હતો, છતાંય પોલીસકર્મી તેને બે વાર માર માર્યો અને તેના પર દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો. યુવકે વિરોધ કરતા કહ્યું કે, ‘હું પોલીસમાં ફરિયાદ કરીશ.’ જવાબમાં પોલીસે બેદરકારીથી કહ્યું, ‘તું જ્યાં જાય એ જા.’
तुम्ही हेल्मेट का घातलं नाही? असं आनंद सिंह नावाच्या पोलिसाला एकाने विचारल्यावर पोलिसाने तरुणाला २ कानाखाली मारल्या… वरुन शिव्या का देतोय असा खोटा आरोप केला. दात दुखत असल्यामुळे हेल्मेट घातला नसल्याचं सांगत विचारणाऱ्या नागरिकालाच दमदाटी केली. घटना नागपूरमधली आहे. pic.twitter.com/eKVu1Y9stt
— Saurabh Koratkar (@saurabhkoratkar) April 11, 2025
આ ઘટના અંગે @saurabhkoratkar નામના યુઝરે X (હવે Twitter) પર વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, નાગરિકે માત્ર સાચો પ્રશ્ન કર્યો હતો અને તેના બદલામાં તેને શારીરિક દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો. મુંબઈ ટ્રાફિક પોલીસના અધિકૃત હેન્ડલ @MTPHereToHelp દ્વારા જવાબમાં જણાવાયું કે, કાનૂની કાર્યવાહી માટે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા વિનંતી છે.
આ ઘટનાએ લોકોમાં આક્રોશ અને નિરાશા ઉભી કરી છે. સોશિયલ મીડિયા યુઝર્સે પણ પ્રશ્ન કર્યો છે કે, શું કાયદાનું પાલન ફક્ત સામાન્ય નાગરિકો માટે જ છે?
સામાન્ય રીતે જોઈએ તો ટ્રાફિકના નિયમો સૌ માટે સમાન હોવા જોઈએ – પછી ભલે તે નાગરિક હોય કે પોલીસકર્મી. કારણ કે નિયમ તોડનારના પદને જોઈને છૂટ આપીશું તો એ સમગ્ર વ્યવસ્થાની નૈતિકતાને ઘા પહોંચી શકે છે.