Chess Champions Dance Viral Video: વિદિત ગુજરાતીના લગ્નમાં ચેસ માસ્ટર્સનો નૃત્ય અવતાર! વિડિયો થયો વાયરલ
Chess Champions Dance Viral Video: ભારતના જાણીતા ગ્રાન્ડમાસ્ટર વિદિત ગુજરાતીએ 2 એપ્રિલે નિધિ કટારિયા સાથે લગ્ન કર્યા, જે ચેસ જગત માટે ખાસ પ્રસંગ બન્યો. લગ્ન સમારોહમાં વિશ્વનાથન આનંદ, ડી ગુકેશ અને ડચ ગ્રાન્ડમાસ્ટર અનિશ ગિરી સહિત ઘણા ચેસ સ્ટાર્સ હાજર રહ્યા.
આ પ્રસંગની ખાસ વાત એ રહી કે ચેસ બોર્ડ પર વ્યૂહરચનાઓ રચનારા દિગ્ગજ ખેલાડીઓ સંગીતના તાલે નાચતા જોવા મળ્યા. ડી ગુકેશે હિન્દી પોપ ગીત પર શાનદાર નૃત્ય કર્યું, જ્યારે અનિશ ગિરી અને તેની પત્ની સોપિકો ગુરામિશ્વિલી પણ તેમના સાથે જોડાયા. આ મજેદાર ઝલક ચાહકો માટે અનોખી રહી.
GUKESH ANISH SOPIKO DANCING THEIR HEART OUT….THE KIND OF CONTENT I WAS DIEING TO SEE ❤️ pic.twitter.com/f2nsfPW0IL
— _khamoshii_ (@_khamoshii_) April 1, 2025
સામાન્ય રીતે શાંત અને ગંભીર દેખાતા ચેસ ગ્રાન્ડમાસ્ટર્સનો આ મસ્ત મિજાજ ચાહકોને આનંદ આપતો હતો. તેમના ડાન્સના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, અને ચાહકો તેમને જુદા અંદાજમાં જોઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
ગુકેશે સાબિત કર્યું કે તે ફક્ત ચેસમાં જ નહીં, પણ ડાન્સ ફ્લોર પર પણ કમાલ કરી શકે છે. હવે ચેસપ્રેમીઓની નજર તેની આગામી પેરિસ ટુર્નામેન્ટ પર છે, જ્યાં તે ફરી એકવાર પોતાની ગજ્જબની ચાલોથી દુનિયાને આશ્ચર્યચકિત કરી શકે છે.