ChatGPT Redesigns Room Video: ChatGPTથી ઈન્ટીરિયર ડિઝાઇન! મહિલાએ AIથી કમાલ કરી બતાવ્યો
ChatGPT Redesigns Room Video: અહીં એક નવો યુગ શરૂ થયો છે, જ્યાં AI હવે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે પણ કાર્ય કરી શકે છે. વ્યવસાયિક મહિલા કામ્યા ગુપ્તાએ આ વાતને સાબિત કરી છે. તેમણે પોતાના રૂમને નવી ઓળખ આપવા માટે OpenAIના ChatGPT નો ઉપયોગ કર્યો અને સમગ્ર પ્રક્રિયા સોશિયલ મીડિયા પર શેર કરી. આ વીડિયો હવે ભારે વાયરલ થયો છે અને લોકો ChatGPTના સર્જનાત્મક ઉપયોગને લઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યાં છે.
કામ્યાએ ChatGPT સાથે એક સીધી વાતચીતથી શરૂ કર્યું, જેમાં તેણે લખ્યું કે તે એને પોતાનો વર્ચ્યુઅલ ઇન્ટિરિયર ડિઝાઇનર બનાવવા માંગે છે. ChatGPT એ લેઆઉટ ડિઝાઇનથી લઈને દિવાલના રંગો અને ફર્નિચરની પસંદગી સુધીના તમામ મુદ્દાઓ પર કામ્યાને માર્ગદર્શન આપ્યું.
તેણીએ દીવાલ માટે પેઇન્ટ શેડ્સ, લાકડાના ફ્લોર સાથે મેળ ખાતી ડિઝાઇન અને દ્રશ્યમાન ફ્લોર લાવવા માટે ફ્રેમડ આર્ટ વર્ક જેવી ભલામણો પણ પૂછી. ChatGPT એ દરેક મુદ્દે સ્પષ્ટ અને ઉપયોગી સૂચનો આપ્યા.
View this post on Instagram
જેમ જેમ રૂમનું રૂપાંતર આગળ વધતું ગયું, કામ્યાએ ChatGPT સાથે ડિસ્કસ કરેલી માહિતીના આધાર પર પર્સનલાઇઝ્ડ ડિઝાઇન વિકસાવી. તેણે દિવાલ લેઆઉટ, નિયોન્સ સાઇન અને આર્ટ પિસની પસંદગીમાં પણ ChatGPTની મદદ લીધી. આખરે, જ્યારે રૂમ તૈયાર થયો ત્યારે કામ્યાના માતા-પિતાની ખુશી જોઈને દરેક ભાવનાત્મક થઈ ગયા.
વિડીયો વાયરલ થતાં લોકોની પ્રતિસાદની વરસાદ થઈ. અનેક યુઝર્સે લખ્યું કે ChatGPTનો આટલો વ્યાવસાયિક અને સર્જનાત્મક ઉપયોગ હજુ સુધી નથી જોયો. એક યુઝરે લખ્યું: “તમે ChatGPT નો ઉપયોગ જે રીતે કર્યો તે પ્રેરણાદાયક છે.” બીજાએ કહ્યુ: “આ છે, AI નો સાચો અને સમજદારીથી ભરેલો ઉપયોગ!”
આ ઘટના સાબિત કરે છે કે આજે ટેક્નોલોજી માત્ર કામ માટે નહિ, પણ સર્જનાત્મકતા માટે પણ સહયોગી બની ગઈ છે.