Canadian girl eat bundi laddu first time: કેનેડિયન છોકરીએ પહેલીવાર બુંદીના લાડુ ખાધા, પ્રતિક્રિયા જોઈને હસી પડશો!
Canadian girl eat bundi laddu first time: ભારતમાં, બુંદીના લાડુ ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે અને તે ભારતીયોની પ્રિય મીઠાઈઓમાંની એક છે. હિંદુ મંદિરોના પ્રસાદમાં પણ તે વધુ જોવા મળે છે. પણ, તમે ક્યારેય કોઈ વિદેશીને બુંદીના લાડુ ચાખતા જોયા છે?
તાજેતરમાં, એક કેનેડિયન છોકરીએ પહેલીવાર બુંદીના લાડુ ખાધા અને તેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. @veggmomo નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયેલા આ વીડિયોમાં, કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય યુવકે તેના કેનેડિયન મિત્રને બુંદીના લાડુ ખવડાવ્યા.
વિદેશી છોકરીનો રસપ્રદ રિએક્શન
વિડિયોમાં દેખાય છે કે છોકરાએ થાળીમાં લાડુ પીરસ્યો અને તેને ચાખવા કહ્યું. છોકરીએ પહેલા લાડુને નાક નજીક લાવીને સુંઘ્યો, પછી તેને બરાબર તપાસ્યો અને ધીમે ધીમે ચાવવાનું શરૂ કર્યું. તેણે તરત જ કહ્યુ કે તે ખૂબ જ મીઠો નથી, પણ તેલ વધુ છે! એ વચ્ચે-વચ્ચે સ્વાદનો એનાલિસિસ કરતી રહી અને અંતે સ્વીકાર્યું કે તેને લાડુ પસંદ આવ્યો.
View this post on Instagram
વીડિયો થયો વાયરલ
52 લાખથી વધુ લોકોએ આ વિડિયો જોયો છે અને હજારો કોમેન્ટ્સ કરી છે. કેટલાક લોકો કહે છે કે જો તે ગરમ લાડુ ખાશે તો વધુ ગમે. તો કેટલાકે કહ્યું કે આ બુંદીના લાડુ નહીં, પણ મોતીચૂરના લાડુ છે!
જો તમે પણ કોઈ વિદેશીને ભારતીય મીઠાઈઓ ચખાવતા જોયા હોય, તો એ અનુભવો શેર કરો!