Canadian Brides Desi Chulha Roti: કેનેડાની વહુ મેલિસાની દેશી સ્ટાઈલ રોટલી, ચૂલા પર રાંધેલો પ્રેમ સોશિયલ મીડિયામાં છવાઈ ગયો
Canadian Brides Desi Chulha Roti: એક તરફ ચમકદાર ગુલાબી સૂટ પહેરેલી વિદેશી વહુ અને બીજી તરફ દેશી માટીનો ચૂલો, હાથમાં મકાઈનો લોટ—આ દૃશ્ય કોઈ ફિલ્મનું નહીં, પરંતુ કેનેડાથી પંજાબ આવીને લોકહૃદયમાં રાજ કરનારી મેલિસાનું છે. મેલિસાના વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યા છે, જ્યાં તે બખૂબી દેશી ઢબે રાંધતી જોવા મળે છે.
તેણે તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં તે દેશી સ્ટાઈલ પદ્ધતિથી મક્કી દી રોટી બનાવી રહી છે. મેલિસા બગીચામાંથી તાજી મેથી તોડે છે, પછી મકાઈના લોટ સાથે તેને મિક્ષ કરીને ચોખ્ખા દેશી ઢબે રોટી બનાવે છે. લાકડાનો આગ પ્રગટાવીને તે દેશી તવા પર રોટલી શેકે છે અને પછી તેને દહીં અને માખણ સાથે પીરસે છે.
આ વીડિયો શેર કરતાં મેલિસાએ લખ્યું: “મને પરંપરાગત રીતે પરંપરાગત નાસ્તો બનાવીને ખૂબ આનંદ થાય છે.”
તે અને તેનો પંજાબી પતિ પરમિંદર, @lissandnikk નામે ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિય છે, જ્યાં તેઓ દેશી જીવનશૈલી અને રેસિપી શેયર કરે છે.
View this post on Instagram
વિડિયોના અંતે, બંને જ્યારે પ્રેમથી રોટલી દહીં સાથે ખાતા જોવા મળે છે, ત્યારે તેમના ચહેરા પરની ખુશી દર્શકોના દિલ જીતી જાય છે. લોકો માત્ર વખાણ નથી કરતાં પણ પોતાનું બાળપણ યાદ કરતાં કોમેન્ટ પણ કરે છે—”મમ્મી પણ આવી જ રોટલી બનાવતી”, “ચૂલાનો સ્વાદ તો ક્યારેય ભૂલાય નહિ”.
વિડિયોને અત્યાર સુધી 12 લાખથી વધુ વ્યૂઝ અને 81 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે, અને મેલિસાની સાદગી અને દેશી પ્રેમ જોઈને બધું બધું આપડું લાગતું થયું છે.