Cab Driver And Woman Viral Video: ‘માત્ર 7 મિનિટ મોડું, અને હંગામો…’ મહિલાએ કેબ ડ્રાઈવરને અપમાનિત કરીને કર્યો દુર્વ્યવહાર, વીડિયો વાયરલ
Cab Driver And Woman Viral Video : સોશિયલ મીડિયા પર કેબ ડ્રાઈવરો અને ગ્રાહકો વચ્ચેના તણાવના અનેક વીડિયો વાયરલ થાય છે. તાજેતરમાં, એક એવો જ વીડિયો ચર્ચામાં છે, જ્યાં કેબ 7 મિનિટ મોડેથી આવતાં એક મહિલા ગ્રાહકે ડ્રાઈવર સાથે ગેરવર્તન કર્યું. માત્ર તે જ નહીં, પરંતુ તેણે અપશબ્દો વાપર્યા, ડ્રાઈવર પર થૂંક્યું અને ગુસ્સે ભરાયેલા શબ્દોમાં બૂમો પણ પાડી.
શાંતિપૂર્વકનો પ્રતિસાદ આપતા ડ્રાઈવર
વિડિયોમાં, કેબ ડ્રાઈવર ઝડપથી માહિતી આપી રહ્યો છે કે વાહન ટ્રાફિકને કારણે મોડું થયું છે. અને તેમણે મહિલાને કેબમાંથી ઉતાંરી બીજી કેબ બોલાવવા વિનંતી પણ કરી. જોકે, મહિલા તેની સાથે વાંક કાઢતી રહે છે અને અપમાનજનક વર્તન કર્યા રાખે છે. આ સમગ્ર ઘટનાને ડ્રાઈવરે પોતાના ફોનમાં રેકોર્ડ કરી છે.
વાયરલ થયો વિડિયો
વિડિયો X (ટ્વિટર) પર @Incognito_qfs હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. પોસ્ટ સાથે લખાયું છે: “કેબ ડ્રાઈવર 7 મિનિટ મોડો હતો, અને ગ્રાહક મહિલાએ તેનાથી દુર્વ્યવહાર કર્યો, ધમકાવ્યું અને આઘાતજનક રીતે તે પર થૂંક્યું. પરંતુ ડ્રાઈવરે શાંતિ જાળવી રાખી અને વિવાદ રેકોર્ડ કરી લીધો. આ રીતે રેકોર્ડિંગ ન હોત તો આ ડ્રાઈવરને ગુનેગાર ગણવામાં આવી શક્યો હોત. આવી મહિલાઓ પર કેબ સર્વિસના ઉપયોગ માટે પ્રતિબંધ મૂકવો જોઈએ.”
This Cab driver was 7 mins "late".
The woman who booked the cab abused the driver, threatened him and spat on him.
The Taxi Driver never lost his cool. He stayed calm & composed. It is good that he recorded the incident. Otherwise, Samaj would have declared himself the culprit… pic.twitter.com/hVlnSEFkb1
— Incognito (@Incognito_qfs) January 14, 2025
સોશિયલ મીડિયાની પ્રતિક્રિયા
આ વિડિયો સામે લોકોની ઉગ્ર પ્રતિક્રિયાઓ સામે આવી છે:
એક વપરાશકર્તાએ લખ્યું: “કેબ એપ અંદાજિત સમય દર્શાવે છે, ચોક્કસ નહીં. તે મહિલાને આ બાબતે થોડું જાણવું જોઈએ.”
બીજાએ કહ્યું: “કંપનીએ ડ્રાઈવરો માટે મજબૂત સપોર્ટ સિસ્ટમ સ્થાપવી જોઈએ અને આવા વર્તન માટે સ્ટ્રિક્ટ એક્શન લેવું જોઈએ.”
ત્રીજાએ ઉમેર્યું: “જો કેબ મોડી આવી હતી, તો તેને તે તરત કેન્સલ કરી દેવી જોઈતી હતી. આટલી તણાવપુર્ણ સ્થિતિ ઉભી કરવાની જરૂર નહોતી.”
તમારી પ્રતિક્રિયા શું છે?
તમારું માનવું શું છે? શું આવી ઘટના માટે ગ્રાહકને જવાબદાર ઠેરવવી જોઈએ કે બંને પક્ષને વધુ સમજણથી કામ લેવું જોઈએ?