Brave Girl Fights Off Robber at Night: રાત્રે નિર્જન રસ્તે લૂંટારાનો સામનો કરનાર બહાદુર યુવતી બની સાચી સુપરવુમન
Brave Girl Fights Off Robber at Night: રાત્રિના સમયગાળામાં ખુદને સુરક્ષિત રાખવું ખૂબ જ અગત્યનું હોય છે, ખાસ કરીને જ્યારે રસ્તાઓ નિર્જન હોય. સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે મહિલાઓ માટે અંધારામાં એકલા ચાલવું જોખમી હોય છે. પરંતુ હાલ સોશ્યલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતીની બહાદુરી જોઈને લોકો તેને ‘સુપરવુમન’ કહી રહ્યા છે.
વિડિયોમાં, એક યુવતી ટોપ અને ડેનિમ સ્કર્ટમાં એકલા રસ્તે પર્સ સાથે ચાલતી જોવા મળે છે. થોડીવારમાં, એક બાઈક તેના નજીક આવે છે, જેમાં બે યુવકો હોય છે. પાછળ બેઠેલો યુવક બાઈકમાંથી ઊતરે છે અને છોકરીનો પર્સ છીનવી લેવાનો પ્રયાસ કરે છે. પણ યુવતી ડરી જતી નથી, તે પોતાનો હિંમતભર્યો હાથ બતાવીને તેને મુક્કો બતાવે છે અને પાછો દોડવા મજબૂર કરે છે.
She only fears God pic.twitter.com/JKbKV4hDCk
— out of context brazil (@oocbrazill) April 2, 2025
આ ઘટનામાં યુવતીની ઝડપ, હિંમત અને આત્મવિશ્વાસ કાબિલે દાદ છે. લૂંટારાઓ એવી આશા રાખી રહ્યા હશે કે છોકરી ડરી જશે, પણ તેનું વિરુદ્ધ બન્યું. લૂંટારો બાઈક પર ચઢીને ફરાર થઈ જાય છે.
આ વીડિયો @oocbrazill એકાઉન્ટ પરથી શેર થયો હતો અને 17 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ઘણા યુઝર્સે તેની પ્રશંસા કરતા લખ્યું કે ‘સાચી સુપરવુમન’ છે. એક યુઝરે લખ્યું, ‘જ્યાં લોકો ડરી જાય છે, ત્યાં એ લડી છે’.
આ ઘટના એ સાબિત કરે છે કે હિંમત હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની સુરક્ષા કરી શકાય છે.