Boy Climbing Wall Viral Video: સ્પાઈડરમેન નહીં, પણ વાસ્તવિક જીવનમાં સીધી દિવાલ પર ચઢતો છોકરો! વીડિયો થયો વાયરલ!
Boy Climbing Wall Viral Video: તમે સ્પાઈડરમેન ફિલ્મમાં જોયું જ હશે કે તે કોઈ પણ ટેકા વિના સરળતાથી દીવાલ પર ચડી જાય છે. પરંતું, વાસ્તવમાં એવું શક્ય છે? હાલમાં, એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક છોકરો કોઈ ટેકા વિના દીવાલ પર ચડતો જોવા મળે છે. આ નજારો જોયા પછી લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે અને વિચારી રહ્યા છે કે આ કેવી રીતે શક્ય બન્યું.
આ વીડિયોને જોઈને કેટલાક લોકો માને છે કે દીવાલ પર ખીલા અથવા નાના પગથિયા હોઈ શકે છે, જેની મદદથી તે ચઢી રહ્યો છે. બીજી બાજુ, કેટલાક યુઝર્સ માને છે કે તે કોઈક પ્રકારના લાકડાના ટેકા અથવા અન્ય વસ્તુની મદદથી ચડી રહ્યો હશે. પરંતુ આ સ્ટંટ એટલો સારી રીતે આયોજન કરાયેલ છે કે જોઇને સમજવું મુશ્કેલ બની જાય છે.
View this post on Instagram
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ‘જીજાજી’ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સાથે મજેદાર કેપ્શન લખ્યું છે કે ‘દરેકનું કરિયર જોખમમાં છે’. આ વિડિયોને જોઈને લોકોના હસતા હસતા પેટ દુખી ગયું છે. કેટલાક યુઝર્સ આ છોકરાને ‘ભારતીય સ્પાઈડરમેન’ કહી રહ્યા છે, તો કેટલાક મજાકમાં પૂછે છે કે ‘આ છોકરો કઈ ખાસ ટ્રિક વાપરી રહ્યો છે?’
આ વીડિયો હજારો વ્યૂઝ અને કોમેન્ટ્સ સાથે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.