Boy Bulb Shirt Viral Video: બાળકના ‘બલ્બ શર્ટ’નો વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે
Boy Bulb Shirt Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર વિચિત્ર અને મનોરંજક વીડિયો જોવા મળતા હોય છે. તાજેતરમાં એવો જ એક વીડિયો ઝડપથી વાયરલ થયો છે, જે એક નાના ગામના શાળાના વર્ગખંડમાંથી છે. અહીં એક બાળક એવાં ખાસ શર્ટમાં નજરે પડે છે, જેમાં બલ્બ લગાવેલો હોય એવું લાગે છે – અને ખરેખર, તે શર્ટમાં પ્રકાશ પણ થતો હોય છે!
વિડિયોમાં બતાવવામાં આવે છે કે બાળક લાલ અને સફેદ ચેકવાળું શર્ટ પહેરેલો છે. શર્ટ દેખાવમાં સામાન્ય લાગે છે, પણ માસ્ટરજી દ્વારા પૂછવામાં આવતા બાળક જણાવે છે કે, એનું શર્ટ ‘બલ્બવાળું’ છે. જ્યારે માસ્ટર કહે છે કે બલ્બ ચાલુ કરીને બતાવ, ત્યારે બાળક પોતાના શર્ટ પર હાથ ફટકે છે અને તરત જ શર્ટની જમણી બાજુ પર પ્રકાશ થવા લાગે છે. આ દૃશ્ય જોઈને માસ્ટરજી પણ ચોંકી જાય છે અને કહ્યું – “અરે વાહ! કેટલાનું છે આ શર્ટ?” બાળક મસ્તીમાં જવાબ આપે છે – “માત્ર 100 રૂપિયાનું.”
View this post on Instagram
આ મસ્તીભર્યો વીડિયો લોકોને ખૂબ જ ગમી રહ્યો છે. ઘણા યૂઝર્સે કોમેન્ટ્સમાં લખ્યું કે બાળકનો ચહેરો તો પોતે જ ઝગમગતો લાગે છે. એકે લખ્યું – “છોટા બિગ બી છે.” બીજાએ કહ્યું – “આ બાળક તો દુનિયા પર રાજ કરશે.” વીડિયો પર હજારો લાઈક્સ અને હસાવતા ઈમોજી વરસાદ થઈ રહ્યો છે.
આજના સમયમાં પણ આવા નાનકડા જુગાડ લોકોના દિલ જીતી લે છે અને એવું લાગેછે કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સર્જનાત્મકતા ફૂટી નીકળે છે.