Boss Reports Employee to HR: કાર્યસ્થળ પર રજાને લઈને વિવાદ, બોસની ફરિયાદ સામે HRનો ચોંકાવનારો જવાબ!
Boss Reports Employee to HR: આજકાલ, ઝેરી કાર્ય સંસ્કૃતિ અને કામના વધતા દબાણને લઈને ઘણી વાર્તાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તાજેતરમાં, એક રેડિટ યુઝરે પોતાના બોસ સાથે થયેલી અજીબ ઘટનાને શેર કરી, જે ચર્ચાનો વિષય બની ગઈ.
તે મહિલાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં તેણે ૧૧ દિવસની વાર્ષિક રજા લીધી, જે કંપનીની નીતિ મુજબ માન્ય છે. જોકે, આ વર્ષમાં નવા બોસ આવ્યા, જેમને આ બાબત પસંદ નહીં આવી. તેમણે તેના રજાના મુદ્દે HR સુધી ફરિયાદ કરી. યુઝરે સ્ક્રીનશોટ શેર કરતાં બતાવ્યું કે બોસે તેની રજાઓની સંખ્યા પર પ્રશ્નો ઉઠાવ્યા. જવાબમાં તેણે સ્પષ્ટતા કરી કે તે દર વર્ષે શરુઆત અને અંતમાં કેટલીક રજાઓ લે છે અને આ તમામ કંપનીના નિયમો અનુસાર છે.
My new boss doesn’t like how much holiday I’m taking and has reported me to HR.
byu/FMLitsSML inmildlyinfuriating
જ્યારે HR સુધી વાત પહોંચી, ત્યારે HR એ રજાને સંપૂર્ણપણે માન્ય ગણાવી અને મજાકમાં કહ્યું કે તેઓ પણ આવો બોસ ઈચ્છે છે, જે વધારાની રજાઓ મંજૂર કરે. તે જ બોસે બીજી એક મહિલા કર્મચારીને પણ HRમાં રિપોર્ટ કરી, કારણ કે તેણીએ 52 અઠવાડિયાની પ્રસૂતિ રજા માંગેલી. HR એ ફરીથી સ્પષ્ટ કર્યું કે રજાઓ કર્મચારીઓનો અધિકાર છે.
આ મામલે સોશિયલ મીડિયા પર મોટી ચર્ચા થઈ. ઘણા લોકોએ કંપનીઓની આ માનસિકતા પર સવાલ ઉઠાવ્યા. એક યુઝરે લખ્યું, “જો ઓફિસ તમારી રજાઓનું સન્માન નથી કરતી, તો નોકરી છોડી દેવી વધુ સારું!” આ ઘટના એ સાબિત કરે છે કે કેટલીક કંપનીઓ કર્મચારીઓને મશીન સમજી રહી છે, જ્યાં રજા લેવી પણ મુશ્કેલ બની ગયું છે.