Bollywood Stars at 80 AI Video: AI ફિલ્ટરથી ખુલાસો, 80 વર્ષની ઉંમરે કેવા લાગશે બોલિવૂડ સ્ટાર્સ?
Bollywood Stars at 80 AI Video: આજકાલ AI ટેક્નોલોજી એટલી અદ્ભુત બની ગઈ છે કે કોઈ પણ વ્યક્તિના હાલના ચહેરાને વૃદ્ધાવસ્થાના રૂપમાં ફેરવી શકે. Instagram અને Snapchat જેવા પ્લેટફોર્મ પર વૃદ્ધ દેખાવા માટેના ફિલ્ટર્સ ઘણાં લોકપ્રિય છે. તાજેતરમાં, એક Instagram એકાઉન્ટે બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર્સના 80 વર્ષની ઉંમર બાદ તેઓ કેવા દેખાશે તે દર્શાવતો એક વિડિયો શેર કર્યો છે, જે લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની રહ્યો છે.
Instagram હેન્ડલ @ai.meme.nation દ્વારા શેર કરાયેલ આ વીડિયોએ અત્યાર સુધીમાં 8 લાખથી વધુ વિઝીટ્સ મેળવી છે અને 9 હજારથી વધુ લાઈકસ મળ્યા છે. ઘણા યુઝર્સે આ પોસ્ટ પર રસપ્રદ ટિપ્પણીઓ કરી છે. કોઈએ કહ્યું કે રણવીર સિંહ આઈન્સ્ટાઇન જેવા દેખાય છે, તો કોઈએ કરીના કપૂર હંમેશા સુંદર લાગશે એવું લખ્યું.
View this post on Instagram
વિડિયોમાં શાહરૂખ ખાન, કરીના કપૂર, પ્રીતિ ઝિન્ટા, રણવીર સિંહ, કરિશ્મા કપૂર, અને ઋતિક રોશન સહિતના સ્ટાર્સના વૃદ્ધ રૂપ બતાવવામાં આવ્યા છે. વિડીયોની શરૂઆત કરીના કપૂરથી થાય છે, જે વૃદ્ધ થયા છતાં મોહક લાગે છે. ત્યારબાદ શાહરૂખ ખાન આવે છે, જેમના વાળ સફેદ થઈ ગયા છે અને ચહેરા પર કરચલીઓ દેખાય છે. પ્રીતિ ઝિન્ટા પોતાનું સ્મિત જાળવી રાખે છે, જ્યારે રણવીર સિંહ 80 વર્ષ પછી પણ તેટલા જ ઉર્જાવાન લાગે છે.
આ વીડિયોને જોઈને બોલિવૂડપ્રેમીઓ પોતાનો પ્રિય લુક પસંદ કરી રહ્યા છે. તમને કોનો લુક સૌથી વધુ ગમ્યો? કોમેન્ટ કરીને જણાવો!