Blazing Sun Illusion Video: જાદુઈ દૃશ્ય, ચીનમાં સૂર્ય જ્વાળાઓની જેમ સળગતો દેખાયો
Blazing Sun Illusion Video: ભારતમાં કુદરતી તત્વો માત્ર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી નહીં, પરંતુ ધાર્મિક ભાવનાથી પણ મહત્વ ધરાવે છે. ધરતી માતા હોય કે સૂર્યદેવ કે ચંદ્રદેવ, તમામને સન્માન સાથે પૂજવામાં આવે છે. ખાસ કરીને સૂર્યદેવને પાણી અર્પણ કરવામાં આવે છે અને રોજ નમસ્કાર કરવામાં આવે છે, કારણકે તે જીવનનો મુખ્ય સ્ત્રોત છે. આપણે જાણીએ છીએ કે સૂર્ય અત્યંત ગરમ છે, પણ શું તમે ક્યારેય સૂર્યને જ્વાળાઓ જેમ આગમાં ધગધગતો જોયો છે?
તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે જેમાં સૂર્ય ધગધગતી જ્વાળાઓ જેવો દેખાય છે. આ અદભૂત દૃશ્ય ચીનની મેઈલી સ્નો માઉન્ટેન પરથી લીધેલું છે. વીડિયોમાં બરફથી ઢંકાયેલા પર્વતોની ઉપરથી સૂર્ય જ્વાળાની જેમ દેખાઈ રહ્યો છે – એવું લાગે જાણે સૂર્ય સજીવ રીતે સળગી રહ્યો હોય.
A combination of orographic clouds and the setting sun creates the illusion of flames on the Meili Snow Mountains in China.pic.twitter.com/YgOHbuWGL5
— Wonder of Science (@wonderofscience) April 26, 2025
આ દૃશ્ય પાછળનું વિજ્ઞાન શું છે?
વિડિયો @wonderofscience નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેમાં જોવા મળતું આ દૃશ્ય ઓરોગ્રાફિક ક્લાઉડ્સ (પર્વત પર પવન અને ભેજના અથડામણથી બનેલા વાદળો)ના કારણે સર્જાયેલી દૃશ્યભ્રમ છે. જયારે સૂર્ય અસ્ત થાય છે અને તેના કિરણો આવા વાદળો વચ્ચે પડે છે ત્યારે તે જ્વાળાની જેમ ઝગમગાટ કરે છે.
વિડિયો જોઈને નેટિઝન્સ મંત્રમુગ્ધ
આ દૃશ્યને ઘણા લોકોએ “જાદુઈ”, “અવિસ્મરણીય” અને “કુદરતન ચમત્કાર” ગણાવ્યું છે. કેટલાક યુઝર્સે શંકા વ્યક્ત કરી છે કે કદાચ આ વીડિયોમાં એઆઈનો ઉપયોગ થયો હોય શકે, પણ મોટા ભાગે લોકો કુદરતી દૃશ્યની સુંદરતામાં ડૂબી ગયા છે.