Biker Stop School Bus Video: બાળકે સ્કૂલ બસમાંથી બાઈક સવારને કંઈક કહ્યું, બસ અટકાવી અને પછી થયો કંડક્ટર સાથે વિવાદ!
Biker Stop School Bus Video: સ્કૂલ બસમાં બેઠેલા બાળકો અને એક બાઇક સવાર વચ્ચેનો વિવાદ ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો છે. વાયરલ વીડિયોમાં, બસની પાછળની સીટ પર બેઠેલા કેટલાક બાળકો રસ્તેથી પસાર થતા બાઇક સવારને ‘છપરી’ કહે છે, જેનાથી તે ગુસ્સે થઈ જાય છે.
બાઇકર તુરંત બસ રોકે છે અને અંદર જઈને બાળકોને પૂછપરછ કરે છે. ત્યારે શાળાના શિક્ષક અને કંડક્ટર તેને અટકાવવાનો પ્રયાસ કરે છે. શિક્ષક વિદ્યાર્થીઓને પૂછે છે, પણ તેઓ કંઈ કહેવાનો ઇનકાર કરે છે.
બાઇકર ગુસ્સામાં વિદ્યાર્થીઓની શાળાને લઈને ટિપ્પણી કરે છે, અને સાથે રહેલી એક મહિલા બાળકને થપ્પડ મારવાની વાત કરે છે.
Kalesh b/w School kids and Bike rider over calling him chapri rider pic.twitter.com/Rn9VgD9oY8
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 14, 2025
વિડિયો વાયરલ થવા સાથે, ઇન્ટરનેટ વપરાશકર્તાઓ મિશ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાંક લોકોનું માનવું છે કે આજકાલના બાળકો વધારે તોફાની થઈ ગયા છે, તો કેટલાકનું કહેવું છે કે બાઇકરે પણ વધારે પ્રતિક્રિયા આપી.
આ ઘટનાના વીડિયો X (ટ્વિટર) પર ૧૧ લાખથી વધુ વ્યૂઝ અને ૧૫ હજારથી વધુ લાઈક્સ મેળવી ચૂક્યો છે, અને હજી પણ લોકો તેની ચર્ચા કરી રહ્યા છે.