Bengaluru Women Safety Viral Video: છોકરીઓ સામે વધતી છેડતીની ઘટનાઓ, સુરક્ષા આજે પણ પ્રશ્નચિહ્ન
Bengaluru Women Safety Viral Video: આજના ભારત માટે સૌથી મોટી ચિંતાની બાબત છે – રાત્રિના અંધારામાં મહિલાઓની સુરક્ષા. દેશમાં રોજબરોજ છોકરીઓ સાથે છેડતીના ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, જે સમાજ માટે શરમજનક છે. મહિલાઓની સુરક્ષા માટે અનેક કડક કાયદાઓ હોવા છતાં, રસ્તા પર વહેલી સવારે કે મોડી રાત્રે ફરતા બદમાશોને લઈને બહેનો અને દીકરીઓ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે.
તાજેતરમાં બેંગલુરુમાંથી આવી જ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. 4 એપ્રિલના રોજ BTM લેઆઉટ વિસ્તારમાં બપોરે 1:52 કલાકે બે યુવતીઓ શેરીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એક વ્યક્તિ ઝડપથી દોડી આવ્યો અને એક યુવતીની છેડતી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે યુવતીઓ શાંતિથી રસ્તે ચાલી રહી છે ત્યારે એક અજાણ્યો પુરુષ દોડતો આવ્યો અને એક યુવતીને પકડી લઈ છેડતી કરવા લાગ્યો. યુવતીઓના ચીસો પાડતા જ તે શખ્સ ત્યાંથી ભાગી જાય છે.
A woman was molested in Bengaluru’s BTM Layout on April 4. CCTV footage captured a man following two women, groping one, and then fleeing the scene.
What the hell is happening in the city? Women ain’t safe from these molestation. pic.twitter.com/qsaS6nu1mu pic.twitter.com/jL0axcVEse
— M@dm@n (@deadripper07) April 6, 2025
@deadripper07 નામના યુઝરે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું, “શહેરમાં શું થઈ રહ્યું છે? મહિલાઓ ક્યાં સુરક્ષિત છે?”
બેંગલુરુ પોલીસના જણાવ્યા મુજબ પીડિતાએ હજુ સુધી ફરિયાદ નોંધાવી નથી, છતાં પોલીસે પોતે FIR નોંધાવી છે અને તપાસ શરૂ કરી છે.
આવી ઘટનાઓ માત્ર પીડિતાઓને નહીં, પણ સમગ્ર સમાજને આંચકો આપે છે. સવાલ એ છે કે કડક કાયદાઓ છતાં પણ મહિલાઓ આજે કેટલી સુરક્ષિત છે?