Bengaluru Woman Viral Video: ખતરનાક ડ્રાઈવિંગ! ગાડી ચલાવતી વખતે લેપટોપ પર કામ કરવું મહિલાને ભારે પડ્યું
Bengaluru Woman Viral Video: બેંગલુરુમાં ઘણી વખત એવી ઘટનાઓ બને છે કે તેને જોયા પછી લોકો માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે કે શું ખરેખર કોઈ આવું કરી શકે છે. આવી ક્ષણોને સોશિયલ મીડિયા યુઝર્સ ‘પીક બેંગલુરુ મોમેન્ટ્સ’ કહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ખૂબ જ ચોંકાવનારો છે. વાસ્તવમાં, પોલીસે એક મહિલા પર દંડ ફટકાર્યો છે કારણ કે તે વાહન ચલાવતી વખતે ઓફિસનું કામ કરી રહી હતી.
આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ. આ વિડીયો ખરેખર રસ્તા પર વાહન ચલાવતા બીજા વ્યક્તિ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં તમે જોશો કે મહિલા કાર ચલાવી રહી છે અને તેણે સ્ટીયરિંગ પાસે પોતાનો લેપટોપ પોતાના ખોળામાં રાખ્યો છે, જે ચાલુ છે અને ફાઇલ ખુલ્લી છે. આ વીડિયો બેંગલુરુના ડીસીપી ટ્રાફિક નોર્થ દ્વારા તેમના X હેન્ડલ @DCPTrNorthBCP પર શેર કરવામાં આવ્યો હતો.
વીડિયો વાયરલ થયો
"work from home not from car while driving" pic.twitter.com/QhTDoaw83R
— DCP Traffic North, Bengaluru (@DCPTrNorthBCP) February 12, 2025
વીડિયો શેર કરતી વખતે, કેપ્શનમાં લખ્યું છે – ‘ઘરે કામ કરો, ગાડી ચલાવતી વખતે નહીં.’ વીડિયો ઉપરાંત, બીજા ફોટામાં મહિલા પોલીસને દંડ ભરતી પણ જોવા મળે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૧.૨૫ લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો પર ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું: “જ્યારે બિનઆયોજિત વિકાસને કારણે મુખ્ય રસ્તો પાર્કિંગની જગ્યા બની જાય છે, ત્યારે લોકો પાસે કોઈ વિકલ્પ રહેતો નથી.
ટિપ્પણીઓનો પૂર
બીજા એક યુઝરે લખ્યું છે – ગઈકાલે મને 17 કિમી મુસાફરી કરવામાં 2 કલાક લાગ્યા. મુસાફરી કરવામાં ચાર કલાક લાગે છે, કામ પૂરું કરવું પડે છે અને પરિવારની પણ સંભાળ રાખવી પડે છે, આને વાજબી ઠેરવી શકાય નહીં પણ લોકો લાચાર છે. બીજા એક યુઝરે લખ્યું છે કે – આ મહિલાનું દર્દ ફક્ત બેંગલુરુના લોકો જ સમજી શકે છે. અન્ય શહેરોમાં રહેતા લોકો આને ગુનો ગણી શકે છે.