Bengaluru Cost Crisis Viral Post: બેંગલુરુની મોંઘવારીએ લોકોને હચમચાવ્યા, લોન લઈને ટેક્સ ભરવાનો યુગ આવતો લાગ્યો
Bengaluru Cost Crisis Viral Post: એક સમયના સપનાનું શહેર ગણાતું બેંગલુરુ આજે ત્યાં રહેતા લોકો માટે મોંઘવારીના કારણે ચિંતા અને પડકારનું કારણ બની ગયું છે. ભારતના આઈટી હબ તરીકે ઓળખાતા શહેરમાં લોકો સામાન્ય જીવન જરૂરિયાતોની કિંમતોમાં ભારે વધારો અનુભવતા થઈ ગયા છે. ઘરભાડું, દૂધ, તેલ અને લોકલ મુસાફરી જેવી દૈનિક ચીજવસ્તુઓ હવે સામાન્ય માણસની પહોંચી બહાર થઈ રહી છે.
સ્ટાર્ટઅપ મેન્ટર હર્ષ એ એનએ LinkedIn પર પોતાના અનુભવો શેર કરતા લખ્યું કે આજે વ્હાઇટફિલ્ડ અને કોરમંગલા જેવા વિસ્તારોમાં ભાડાં ચડતી દરે વધી રહ્યા છે. જ્યાં પહેલા 25,000 રૂપિયામાં ઘરો મળતા હતા, હવે ત્યાં માટે ઓછામાં ઓછું ₹40,000 ચૂકવવા પડે છે. આ વધારાની રકમ મધ્યમ વર્ગ માટે મોટી ફાઇનોન્સીયલ ચિંતાનો વિષય બની ગઈ છે.
તેમણે ખાસ હેબ્બલ વિસ્તારનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ત્યાં ટ્રાફિક એટલો વધુ છે કે લોકોના કલાકો બરબાદ થાય છે. એ તેની સાથે સમયનો પણ ખોટો ઉપયોગ થાય છે. તેમણે દૂધ, ખાદ્યતેલ અને મેટ્રો ભાડા જેવી અન્ય આવશ્યક વસ્તુઓના ભાવમાં પણ નોંધપાત્ર વધારો દર્શાવ્યો છે. હર્ષ કહે છે કે આ રીતે ધીમે ધીમે લોકોની મહેનતની કમાણી ચોરી થઇ રહી છે.
હર્ષ કહે છે કે નાના શહેરોમાંથી સપનાઓ લઈને આવતા યુવાનો હવે પિજીના ભાડા, ભોજન અને મુસાફરીના ખર્ચ વચ્ચે પોતાને ટકાવું મુશ્કેલ અનુભવતા થયા છે. આ લોકો માટે બેંગલુરુમાં જીવન જીવવું એક સપનાથી વધુ એક મોટો સંઘર્ષ બની ગયું છે.
પોસ્ટના અંતે હર્ષ લખે છે કે “હજુ પણ બેંગલુરુનું આકર્ષક હવામાન લોકોને આ શહેર સાથે જોડી રાખે છે. છતાં પણ પ્રશ્ન ઉઠે છે કે શું આ સમસ્યા માત્ર બેંગલુરુ સુધી મર્યાદિત છે કે પછી આખા વિશ્વના મોટા શહેરોની આવી જ હાલત છે?”
સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ઘણા લોકોને સ્પર્શી ગઈ છે. યુઝર્સે પણ પોતાની પરિસ્થિતિ શેર કરતા લખ્યું કે આજે એમ લાગે છે કે ટેક્સ ભરવા માટે પણ લોન લેવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. આવા ઘણા કોમેન્ટ્સ સાથે લોકો મોંઘવારી સામે ખુલીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.