Bengaluru CEO Viral Story: બેંગલુરુના CEOની પ્રશંસનીય છટણી નીતિ
Bengaluru CEO Viral Story: મોટી કંપનીઓમાં છટણી હવે સામાન્ય બની ગઈ છે. રોજબરોજ અનેક કર્મચારીઓની નોકરી ખોવાઈ રહી છે, ત્યારે બેંગલુરુ સ્થિત “ઓકે ક્રેડિટ” કંપનીના CEO હર્ષ પોખર્ણાની એક અનોખી છટણી નીતિ ચર્ચામાં છે.
હર્ષ પોખર્ણાએ લિંકડઇન પર પોસ્ટ શેર કરી જેમાં તેમણે જણાવ્યું કે તેમણે પોતાની કંપનીમાંથી 70 કર્મચારીઓની છટણી કરી. જોકે, તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ પણ, તેમણે આ કર્મચારીઓ માટે જે કર્યું તે પ્રશંસનીય છે.
CEO એ પહેલા તમામ 70 કર્મચારીઓને છટણીના કારણો સમજાવ્યા અને તેમને ત્રણ મહિનાની નોટિસ આપી, જેથી તેઓ નવી નોકરી શોધી શકે. આ ઉપરાંત, કંપનીએ આ કર્મચારીઓ માટે અલગ અલગ કંપનીઓમાં નવી નોકરી શોધવાની પણ મદદ કરી. સૌથી મહત્ત્વની વાત તો એ હતી કે, જે બે કર્મચારીઓને નોકરી ન મળી, તેમને કંપનીએ બે મહિનાનો વધારાનો પગાર આપ્યો.
સામાન્ય રીતે, છટણી કર્મચારીઓ માટે ખૂબ જ કઠિન અનુભવ હોય છે, પણ હર્ષ પોખર્ણાએ દર્શાવ્યું કે કંપની જો સંવેદનશીલતા દાખવે તો આ પ્રક્રિયા વધુ સુગમ બની શકે.
સોશિયલ મીડિયામાં CEOના આ નીતિની ખૂબ પ્રશંસા થઈ રહી છે. અનેક યુઝર્સે ટિપ્પણી કરી કે “જો બધા કંપની માલિકો આવા જ માનવતાવાદી અભિગમ અપનાવે, તો ખાનગી નોકરીદારો માટે તણાવ મટાડી શકાય.”