Barbers Unique Haircut Technique Viral: અનોખી શૈલીમાં વાળ કાપવાનો વીડિયો થયો વાયરલ
Barbers Unique Haircut Technique Viral: સોશિયલ મીડિયા પર અનેક રમૂજી અને આશ્ચર્યજનક વીડિયો વાયરલ થાય છે. હાલ એક એવો વીડિયો ખૂબ ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી. આ વીડિયોમાં, એક વ્યક્તિ વાળ કાપાવવા માટે સલૂનમાં જાય છે, પરંતુ વાળંદ જે પદ્ધતિ અપનાવે છે, તે ખૂબ અનોખી છે.
સામાન્ય રીતે, વાળંદ એક-બે કાતરથી વાળ કાપે છે, પણ આ વાળંદે હાથમાં 15-20 કાતર પકડીને એક સાથે વાળ કાપવાનું શરૂ કર્યું. મજાની વાત એ છે કે જે વ્યક્તિના માથા પર ખૂબ ઓછા વાળ બચ્યા છે, તેને આટલી બધી કાતરની જરૂર શું? છતાં વાળંદ પૂરેપૂરો આત્મવિશ્વાસ ધરાવીને પોતાની શૈલીમાં કામ કરતો રહે છે. ક્લિપમાં દેખાતો વ્યક્તિ પણ શાંતિથી બેસી રહે છે, જાણે કે તેને વાળંદની કળામાં સંપૂર્ણ વિશ્વાસ હોય.
View this post on Instagram
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @imransindhu02 એકાઉન્ટ પરથી શેર થયો છે, અને તેને લાખો વ્યૂઝ મળ્યા છે. લોકો વિવિધ રમુજી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આ વાળંદ વાળ કાપી રહ્યો છે કે ઓપરેશન કરી રહ્યો છે?” અન્ય એકે મજાકમાં પૂછ્યું, “આ રીતે વાળ કાપવા માટે કેટલો ચાર્જ?” આ વીડિયો હમણાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.