Assam Man Praises His Son Gaming Skills Video: આસામના પિતાએ પુત્રની ગેમિંગ પ્રતિભા ઓળખી, માતા-પિતાને પોતાનાં બાળકો પર વિશ્વાસ રાખવાનો સંદેશ આપ્યો
Assam Man Praises His Son Gaming Skills Video: સામાન્ય રીતે માતા-પિતા બાળકોને મોબાઇલ કે કમ્પ્યુટરમાં વધુ રમતો રમતા જોઈને ભણતર પર ધ્યાન આપવાનું કહે છે. પણ આસામના એક પિતાએ આવા વિચારોથી વિપરીત એક સુંદર ઉદાહરણ રજૂ કર્યું છે. પેગન નામના પિતાએ પોતાના પુત્ર સિદ્ધાર્થનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને તેના ગેમિંગ પેશનની પ્રશંસા કરી છે.
વીડિયોમાં સિદ્ધાર્થ લેપટોપ પર ગેમ રમતો જોવા મળે છે અને તેના હાવભાવથી સ્પષ્ટ થાય છે કે તે તેની જીત માટે અત્યંત એકાગ્ર છે. પેગન લખે છે કે, ‘મારો દીકરો મારી આંખો કરતાં પણ વધુ ઝડપથી ટાઈપ કરે છે.’ તેણે કહ્યું કે તેઓ પતિ-પત્ની બંનેએ નક્કી કર્યું છે કે બાળકોને તેઓ કોઈ બાબતમાં પાછળ નહીં રહેવા દે.
પેગન જણાવે છે કે સિદ્ધાર્થ માત્ર ગેમિંગમાં જ નેહી, પરંતુ ભણતરમા પણ ટોપર છે. તે આત્મવિશ્વાસુ અને સમજદાર છે અને પોતાનાં જીવનના નિર્ણયો જાતે લે છે.
My younger son Sidharth. He types faster then my eyes can see
My wife and me, made a decision, that we will never limit our sons. No matter what.
When they went into gaming we encouraged them.
Siddharth is a topper in his class. His teachers and his classmates love him.… pic.twitter.com/JD8959Ol9V
— Pagan (@paganhindu) April 8, 2025
પોસ્ટના અંતે પેગન કહે છે, ‘માતા-પિતાએ બાળકોને નિયંત્રિત કરવાની જગ્યાએ તેમની ક્ષમતા પર વિશ્વાસ રાખવો જોઈએ અને તેમને પોતાનો માર્ગ શોધવા દેવો જોઈએ.’
આ વિચારશિલ પોસ્ટને સોશિયલ મીડિયા પર 3 લાખથી વધુ વ્યૂઝ મળ્યાં છે. અનેક યુઝર્સે અભિપ્રાય આપી કહ્યું કે આવા સમર્થનશીલ માતા-પિતા બાળકો માટે આશીર્વાદ સમાન હોય છે. કેટલાકે લખ્યું કે દરેક માતા-પિતાએ બાળકોની પસંદગીને માન આપવી જોઈએ.