American Vlogger at Indian Wedding Video: ભારતીય આતિથ્યનો અનોખો અનુભવ, અમેરિકન ટ્રાવેલ વ્લોગરે દિલ્હીમાં લગ્નની મજા માણી
American Vlogger at Indian Wedding Video: વિશ્વભરમાં ભારતીય આતિથ્યનું એક આગવું જ આકર્ષણ છે, અને તાજેતરમાં અમેરિકન ટ્રાવેલ વ્લોગર જેક રોસેન્થલે તેનો અનુભવ કર્યો. દિલ્હીની યાત્રા દરમિયાન, જેકની મુલાકાત ઓટો ડ્રાઈવર રાજુ સાથે થઈ. વાતચીતમાં જેકે ભારતીય લગ્નો વિશે રસ દર્શાવ્યો, અને યોગાનુયોગ, રાજુના પિતરાઈ ભાઈના લગ્ન આવતા અઠવાડિયે હતા. રાજુએ જેકને આમંત્રણ આપ્યું, અને તેણે તરત જ તેની મુસાફરીની યોજના બદલી, માત્ર આ ખાસ ક્ષણનો અનુભવ કરવા માટે એક અઠવાડિયા પછી ફરી દિલ્હી પાછો ફર્યો.
લગ્ન સમારંભમાં, જેકે ભારતીય પરંપરાઓનો આનંદ માણ્યો. તે વરરાજાના પરિવાર સાથે નાચતો અને ઉજવણી કરતો જોવા મળ્યો. આ અનોખો અનુભવ એ તેની માટે અનમોલ યાદગાર ક્ષણ બની. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં જેકની ખુશી સ્પષ્ટ દેખાય છે.
વિડિયો વાયરલ થતા, લોકોનો મોટો પ્રતિસાદ મળ્યો. માત્ર એક જ દિવસે 6.8 લાખથી વધુ વ્યૂઝ અને 30,000 થી વધુ લાઈક્સ મળ્યાં. યુઝર્સે જુસ્સાદાર ટિપ્પણીઓ કરી, એકે કહ્યું, “હવે આને ખરી મજા કહેવાય!” બીજાએ રમૂજમાં લખ્યું, “ભાઈને આધાર કાર્ડ આપો, તેના ડાન્સ મૂવ્સ ગજબ છે!”
આ વિડીયો સાબિત કરે છે કે ભારતીય સંસ્કૃતિ અને આતિથ્ય સાદગીભર્યું અને ઉષ્માભર્યું છે. જેકે પણ તેની પ્રશંસા કરતા કહ્યું કે ભારતીય લોકોની દયા અને આત્મીયતા અદ્ભુત છે.