AI creates real life mascots of brands: AIની જાદુઈ કલ્પનામાંથી જીવંત બન્યા ભારતીય બ્રાન્ડ્સના પ્રખ્યાત માસ્કોટ્સ
AI creates real life mascots of brands: શું તમે ક્યારેય કલ્પના કરી છે કે આપણા બાળપણના ફેવરિટ બ્રાન્ડ્સના કાર્ટૂન માસ્કોટ્સ વાસ્તવિક જીવનમાં કેવી રીતે દેખાતા હોય? આમ તો આવા પાત્રો ટીવીના પડદે કે પેકેજિંગ પર નજરે પડે છે, પરંતુ હવે એક ઇન્સ્ટાગ્રામ ક્રિએટર શાહિદે આ વિચારને કલ્પનાથી હકીકત બનાવી દીધો છે. તેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી દેશના જાણીતા બ્રાન્ડ્સના માસ્કોટ્સને માનવ સ્વરૂપમાં પેશ કર્યા છે – અને લોકો હવે આશ્ચર્યચકિત થઈ ગયા છે!
આ વીડિયોમાં અમૂલ ગર્લ, નિરમા ગર્લ, એર ઈન્ડિયાનો મહારાજા, રેલ્વેનો ભોલુ ગાર્ડ, એશિયન પેઇન્ટ્સનો ગટ્ટુ, 7UPનો ફિડો ડીડો અને ચીટોસનો ચેસ્ટર ચિતાહ જેવી ખાસ ઓળખ ધરાવતા પાત્રોને બિલકુલ નવો ચહેરો મળ્યો છે. વિડિયોમાં દરેક પાત્ર એટલું અદ્દભુત રીતે રજૂ થયું છે કે તેઓ ખરેખર કોઈ ફોટોશૂટ માટે તૈયાર થયેલા મોડલ્સ જેવાં લાગે છે.
View this post on Instagram
શાહિદે વીડિયોને શેર કરતાં લખ્યું કે તેણે આ પાત્રોને નવી ઓળખ આપવી જોઈ અને AIનો ઉપયોગ કરીને તેમને વાસ્તવિક વ્યક્તિત્વ આપવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસને સોશિયલ મીડિયા પર લોકો તરફથી ભાવનાત્મક પ્રતિસાદ મળ્યો છે. ઘણા યુઝર્સે આ સર્જનાત્મકતાને ‘બાળપણની યાદો તાજી કરતી’ અને ‘જાદુ સમાન’ ગણાવી છે.
એક યુઝરે લખ્યું કે “આવો અવતાર તો મેં ક્યારેય કલ્પનામાં પણ નહીં જોયો હોય!” તો બીજાએ લખ્યું, “શાહિદે જે કર્યું છે, તે માત્ર ડિઝાઇન નહિ, એક પેઢીની સંસ્કૃતિને જીવંત બનાવી છે.”
આવી નવીન અને કલાત્મક રજૂઆત દર્શાવે છે કે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ અદ્ભુત સર્જનાત્મકતાને જન્મ આપી શકે છે. માત્ર મીમ કે મજાક સુધી સીમિત રહેતાં પાત્રો આજે એક નવો જ અભિગમ બનીને લોકોના દિલ જીતી રહ્યાં છે – અને એ પણ AIના હાથે!