Acid Spraying Bombardier Beetle: બોમ્બાર્ડિયર બીટલ, જંતુ જે દુશ્મન પર એસિડિક બૉમ્બ ફેંકે છે!
Acid Spraying Bombardier Beetle: કુદરતના જીવસૃષ્ટિમાં કેટલીક એવી અનોખી રચનાઓ છે જે લોકોને હંમેશા આશ્ચર્યચકિત કરી દે છે. પ્રત્યેક જીવને પોતાના દુશ્મનોથી બચવા માટે ખાસ શક્તિઓ આપવામાં આવી છે. કેટલાક જીવો રંગ બદલીને બચી જાય છે, તો કેટલાક અનોખી ગતિથી ભાગી જાય છે. પણ એક ખાસ પ્રકારનું જંતુ છે, જે પોતાના શરીરથી વિસ્ફોટક એસિડ છાંટીને દુશ્મનને ભગાડી શકે છે.
આ જંતુ છે બોમ્બાર્ડિયર બીટલ. તેના શરીરના પાછળના ભાગમાં એક વિશિષ્ટ ગ્રંથિ હોય છે, જે દુશ્મન સામે એક ઉકળતું અને એસિડિક પ્રવાહી સ્પ્રે કરે છે. આ પ્રવાહી એટલું ગરમ અને ઝેરી હોય છે કે તે દુશ્મનને તરત જ બળી જવા મજબૂર કરી શકે છે. તેનો આ દુષ્કંધયુક્ત હુમલો એટલો અસરકારક છે કે મોટાભાગના શિકારીઓ તેને જોતા જ ભાગી જાય છે.
View this post on Instagram
આ જંતુના આકર્ષક બચાવ પદ્ધતિએ વૈજ્ઞાનિકોનું પણ ધ્યાન ખેંચ્યું છે. કુદરતે બનાવેલી આ રક્ષણાત્મક યુક્તિ ખરેખર અદ્ભુત છે. આ જંતુનું અસ્તિત્વ અને તેની આ રક્ષણ પદ્ધતિ બતાવે છે કે કુદરત કેટલુ સુવ્યવસ્થિત અને વિચિત્ર છે!