5 Kids on Bike Viral Video: એક જ બાઇક પર 5 બાળકો, જોખમી સફરનો વીડિયો વાયરલ
5 Kids on Bike Viral Video: અવારનવાર એવું બને છે કે લોકોને ઓછી જગ્યા અને ઓછી સવારીમાં વધુ લોકો ને ગોઠવવાની જરૂર પડે. કાર હોય તો બધાને એકસાથે બેસાડવાનું સરળ હોય છે, પણ બાઇક પર? તાજેતરમાં એક એવી જ તસ્વીર અને વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને લોકો ચોંકી ગયા.
તુર્કીના અંદાના શહેરના આ દ્રશ્યમાં, એક પિતા પોતાના પાંચ બાળકોને એક જ બાઇક પર લઈ જઈ રહ્યો છે. આમાં ત્રણ બાળકો બાઇકની સીટ પર બેઠા છે, જ્યારે બે બાળકો બાઇકની બાજુ બેગમાં લટકેલા છે. હકીકતમાં, પાછળ બેઠેલી છોકરીએ આ બેગને પકડી રાખ્યા છે, જેથી તે પડી ન જાય. આ જોખમી યાત્રા જોઈને લોકો ચિંતિત થઈ ગયા.
View this post on Instagram
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર zona3noticias એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, અને 16 લાખથી વધુ લોકોએ તેને જોઈ લીધો છે. 20 હજારથી વધુ લોકોએ આ પોસ્ટ લાઈક કરી છે. ઘણા યુઝર્સે ચિંતાજનક ટિપ્પણીઓ કરી, જેમ કે – “આ કેટલું ખતરનાક છે!” અને “પોલીસ શું કરી રહી છે? કોઈ તો તેને રોકે!”
આ ઘટનાએ બતાવ્યું કે, અમુક લોકો માટે સગવડો ઓછી હોય, તો પણ તેઓ જીવ જોખમમાં મૂકીને દૈનિક જીવનની મુશ્કેલીઓને પાર કરવાનો પ્રયાસ કરે છે.