20 Kg Tomatoes in 35 Seconds: વિશ્વાસ ન આવે એવું કૌશલ્ય, 35 સેકન્ડમાં 20 કિલો ટામેટાં કાપી નાખ્યા!
20 Kg Tomatoes in 35 Seconds: રોજિંદા જીવનમાં રસોઈ બનાવતી વ્યક્તિ માટે ટામેટાં કાપવું એક સામાન્ય કામ છે, પણ જો તમને કોઈ કહેશે કે એક માણસ ફક્ત 35 સેકન્ડમાં 20 કિલો ટામેટાં કાપી નાખે, તો? હા, ઈન્ટરનેટ પર વાયરલ થયેલા એક વીડિયોએ લોકોને હચમચાવી દીધા છે, જેમાં એક વ્યક્તિ ધમાકેદાર ગતિએ ટામેટાં કાપતો જોવા મળે છે.
વિડિયોમાં, એક મોટા વાસણમાં ટામેટાં ભરેલા છે અને એક વ્યક્તિ એક સાથે બે છરીઓથી ઉડતી ગતિએ ટામેટાં કાપી રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે તે ફક્ત 35 સેકન્ડમાં 20 કિલો ટામેટાં કાપી નાખે છે. આ અદ્ભુત ઝડપ જોઈને લોકોએ પ્રશંસા કરી, તો કેટલાકે સ્વચ્છતા પર સવાલ ઉઠાવ્યા.
View this post on Instagram
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર 21 જાન્યુઆરીએ @mprajapata1 એકાઉન્ટ પરથી શેર થયો હતો અને અત્યાર સુધીમાં 19 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. યુઝર્સે મજેદાર ટિપ્પણીઓ કરી – કોઈએ કહ્યું, “આ માણસનો પરસેવો પણ ટામેટાંમાં ભળી જાય,” તો કોઈએ કહ્યું, “ટામેટાં ખરાબ છે કે નહીં, એ કેવી રીતે ખબર પડશે?”
તમને શું લાગે છે, આવું જુગાડ ઉપયોગી છે કે હાનિકારક? કોમેન્ટમાં જણાવો!