1954 Kumbh Mela: 1954ના કુંભમેળાનો દુલર્ભ વીડિયો વાયરલ, 70 વર્ષ જૂના ભવ્ય દ્રશ્યો જોઈ લોકો આશ્ચર્યચકિત!
1954 Kumbh Mela: પ્રયાગરાજમાં કુંભમેળાનો ઈતિહાસ એટલો ભવ્ય અને ગૌરવશાળી છે કે લોકો તેને યાદ કરીને ગર્વ અનુભવે છે. સંગમના પવિત્ર કિનારે દર 12 વર્ષે યોજાતો કુંભમેળો સનાતન પરંપરાના મહત્વપૂર્ણ તહેવારોમાંની એક છે. એ સમયે સાધુ-સંતો અને ભક્તો વિશાળ સંખ્યામાં એકત્ર થાય છે. 2025ના મહાકુંભની તૈયારીની ચર્ચાઓ વચ્ચે, 70 વર્ષ જૂના કુંભમેળાનો એક દુલર્ભ વિડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
1954ના કુંભમેળાની ઝલક
આ વિડિયોમાં 1954માં અલ્હાબાદ (હાલના પ્રયાગરાજ) ખાતે ત્રિવેણી સંગમમાં યોજાયેલા કુંભમેળાના ભવ્ય દ્રશ્યો દર્શાવ્યા છે. પંડિત સૂરજ પાંડેએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ વીડિયોમાં તત્કાલીન ભવ્યતા સ્પષ્ટ જોવા મળે છે. તે વર્ષે સ્વતંત્ર ભારતના પ્રથમ કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે યુપી સરકાર અને ભારત સરકારે મેળાને ભવ્ય બનાવવા માટે વિશેષ પ્રયાસો કર્યા હતા.
ભક્તિ અને આધ્યાત્મિકતાનું ભવ્ય દ્રશ્ય
કુંભમેળામાં સાધુ-સંતો અને ભક્તો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. અખાડાઓ શાનદાર રીતે પહોંચી હતા, હાથીઓ પર સવાર સંતો અને ભક્તોની ભવ્યતા મનમોહક લાગી હતી. ભક્તો ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી રહ્યા હતા, અને સાધુ-મહાત્માઓ તપસ્યા કરતા જોવા મળ્યા હતા. મેળાની સલામતી માટે પોલીસ પણ ઘોડા પર પેટ્રોલિંગ કરતી નજરે પડે છે.
વિડીયોમાં દિગ્ગજ નેતાઓની હાજરી
1954ના કુંભમેળામાં તત્કાલીન મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંત પોતે હોડીમાં સવાર થઈ મેળાનું નિરીક્ષણ કરતા નજરે આવે છે. આ સિવાય, દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પણ કુંભમેળાની વ્યવસ્થાઓ જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
View this post on Instagram
વિડિયો જોયા બાદ પ્રતિક્રિયાઓ
વિડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ઉંડો પ્રભાવ વ્યક્ત કર્યો છે. એક યુઝરે લખ્યું, “આ તો ભારતનો ગૌરવશાળી ઈતિહાસ છે.” ઘણા લોકોએ “હર હર ગંગે” ની કોમેન્ટ કરી હતી, તો કેટલાકે હાર્ટ ઈમોજી સાથે આ વિડીયોની પ્રશંસા કરી.
આ વિડિયો માત્ર કુંભમેળાની ભવ્યતા જ નહીં, પણ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓનો જીવંત સાક્ષી બની રહ્યો છે.